સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું, મહુવામાં 24 કલાકમાં સાંબેલાધાર 12 ઇંચ વરસાદ પડ્યો
ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
Surat Rain: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
સુરતના મહુવામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતના બારડોલીમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતના પલસાણામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
ડાંગમાં પડેલા વરસાદનું પાણી પહોંચતા નવસારીમાં સ્થિતિ વધુ બગડી શકે છે. ડાંગ અને ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસ્યો છે ધોધમાર વરસાદ પડ્યો છે.
કપરાડામાં સાત ઈંચ વરસાદ, સુરતના મહુવામાં 11 ઈંચ વરસાદ પડ્યો છે.
જલાલપોરમાં સાત ઈંચ વરસાદ, સુબિરમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે.
બારડોલીમાં સાડા સાત ઈંચ વરસાદ
જલાલપોરમાં સાડા સાત ઈંચ વરસાદ
કપરાડામાં સાડા સાત ઈંચ વરસાદ
ઉમરગામમાં સાડા છ ઈંચ વરસાદ
આહવામાં છ ઈંચ વરસાદ
વઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદ
પલસાણામાં પાંચ ઈંચ વરસાદ
વાસદામાં પાંચ ઈંચ વરસાદ
વાલોડમાં પાંચ ઈંચ વરસાદ
ભાવનગરમા સાડા ચાર ઈંચ વરસાદ
ચોર્યાસીમાં ચાર ઈંચ વરસાદ
વ્યારામાં ચાર ઈંચ વરસાદ
વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ચીખલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ
ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ
ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ
સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો
સુરતના પલસાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો
વલસાડના ઉમરગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
ભરૂચના અંકલેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો
28 જુલાઈએ નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગરહવેલી માં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત ,ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. શેર ઝોન છે જેના કારણે 2 દિવસ વરસાદ રહેશે. વરસાદના અનુમાનના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે. દક્ષિમ ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય છૂટા છવાયા વરસાદનો અનુમાન છે.