શોધખોળ કરો
Advertisement
સુરતની ટેક્સટાઈલ્સ માર્કેટમાં કેટલા કેસ આવશે તો માર્કેટ બંધ કરીને કેટલા દિવસ માટે સીલ કરી દેવાશે? જાણો નવી ગાઈડલાઈન
સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની ટેક્સટાઈલ માર્કેટ્સ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી
સુરતઃ સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની ટેક્સટાઈલ માર્કેટ્સ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે 100 દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 2 કેસ, 500 દુકાનોવાળી માર્કેટોમાં કોરોનાના 5 કેસ અને 500થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 10 કેસ મળશે માર્કેટ બંધ કરવું પડશે.
એટલું જ નહીં પણ 14 દિવસ માટે માર્કેટ સીલ કરી દેવાશે. આ ઉપરાંત માર્કેટ સોમવારથી શુક્રવાર જ ચાલુ રાખી અને શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા ટેક્સટાઈલ માર્કેટ માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ નોશ ઉપરાંત સેનિટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈજ લાઈનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ગાઈડલાઈનનો અમલ કરવામાં ન આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે માર્કેટ પણ બંધ કરાવી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion