શોધખોળ કરો

Surat: પ્રેમિકાને ઘરે લાવીને શરીર સુખ માણતા યુવકે વાંધો લેનારી પત્નિને કાઢી મૂકી, વઢવા આવેલા સાળાને રહેંસી નાંખ્યો......

ઝાઝમેરાને આ યુવતી સાથે શરીર સંબંધો બંધાયા હતા અને પત્નિની ગેરહાજરીમાં મહેશ તેને ઘેર લાવીને શરીર સુખ માણતો હતો. પત્નિને ખબર પડી જતાં તેણે વાંધો લેતાં મહેશે તેના કાઢી મૂકી હતી.

સુરતઃ સુરતના કતારગામમાં સગા સાળાની હત્યા કરનારા બનેવી મહેશ ઝાંઝમેરાના તેની પ્રેમિકા સાથેના અંગત ફોટા  સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઝાઝમેરાને આ યુવતી સાથે શરીર સંબંધો બંધાયા હતા અને પત્નિની ગેરહાજરીમાં મહેશ તેને ઘેર લાવીને શરીર સુખ માણતો હતો. પત્નિને ખબર પડી જતાં તેણે વાંધો લેતાં મહેશે તેના કાઢી મૂકી હતી. આ ઘટનાને પગલે તેને સમજાવવા આવેલા બંને સાળાને તલવારના ઘા ઝીંક્યા હતા ને  એક સાળાની કરપીણ હત્યા કરી હતી.

કતારગામમાં નીલકંઠ સોસાયટી-2માં રહેતા મહેશ મધુ ઝાંઝમેરા (ઉ.વ. 34)નાં લગ્ન પ્રીતિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો થયા બાદ મહેશને અન્ય યુવતી સાથે શરીર સંબંધ બંધાયા હતા.  મહેશના ગામમાં અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કરનારી યુવતી બે વર્ષ પહેલાં મહેશના સંપર્કમાં આવી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતી તેના પતિથી અલગ થઇ ગઇ હતી અને મહેશ સાથે રહેવા માગતી હતી તેથી મહેશ પત્નીથી છૂટાછેડા માંગતો હતો. છૂટાછેડા બાબતે મહેશ અને પત્ની વચ્ચે વિવાદ થયો હતો.

આ યુવતી પ્રીતિબેનની હાજરીમાં ઘરે આવતી અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. આ કારણે ઘરે ઝઘડા  થતા હતા  તેથી પતિ મહેશે પ્રીતિબેનને કાઢી મૂકી હતી. આ મુદ્દે પ્રીતિબેને 8 ડિસેમ્બરે પતિ અને સાસરિયાં સામે દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી.

ગયા  મંગળવારે સાંજે પ્રીતિબેનના ભાઇ જયેશ મગન કલસરીયા, નીતેશ મગન તેમની પત્ની ભાવનાબેન જયેશ અને અરૂણાબેન નીતેશ નીલકંઠ સોસાયટીમાં ધસી ગયા હતા. મહેશ અને તેના પિતા મધુ ઝાંઝમેરા, માતા વિમળાબેન અને ભાઇ મનસુખ પણ જયેશ પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. મહેશે જયેશ અને નીતેશને બરહેમીપૂર્વક તલવારના ઘા ઝીકી દેતાં બંનેને ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હત. જ્યાં જયેશનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો.  પોલીસે મહેશની ધરપકડ કરી હતી.

 સોશિયલ મીડિયામાં મહેશ અને પ્રેમિકાના અંગત પળોના ફોટા વાઈરલ થયા છે. અનૈતિક સંબંધની કિંમત સાળાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. લોકોએ મહેશ અને યુવતીના સંબંધો વિશે સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવીને મહેશને કડક સજા કરવાની માંગણી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget