(Source: Poll of Polls)
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
Gujarat: આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો હતો
Gujarat: આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો હતો. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં જ આપ પાર્ટીએ અલ્પેશને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા.
અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.
અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ મનદુખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મને કોઇ જાણકારી મળી નથી.
રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ. સમાજ જે કહેશે તે કરીશ.
ચૈતર વસાવાએ ભર્યું ફોર્મ
ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ફોર્મ ભર્યું હતું. દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, AAP જિલ્લા પ્રમુખ પણ હાજર રહ્યા હતા. કાલે જન આશીર્વાદ યાત્રા યોજી ચૈતર વસાવાએ શક્તિપ્રદર્શન કર્યું હતું. ચૈતર વસાવાએ પરિવારજનો સાથે કલેકટર કચેરીમાં ફોર્મ ભર્યું હતું.
લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો હતો. પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજી દેસાઇ કોગ્રેસમાં જોડાયા હતા. ચંદનજી ઠાકોરની હાજરીમાં 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના સભ્યો પૂર્વ ધારાસભ્ય સ્વ. જોધાજી ઠાકોરના પરિવારમાંથી પુત્રની કોંગ્રેસમાં ઘર વાપસી થઇ છે. પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં સામેલ થઇ હતી.