શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં 100 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો, સમગ્ર દેશમાં અવ્વલ

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ. સુરત દેશમાં 100 ટકા પ્રથમ ડોઝનું વેકસીન પૂરું કરનારું શહેર બન્યું છે. જ્યારે 48 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું છે. જેને પરિણામે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100 ટકા પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરાવવામાં સફળ મળી હતી. હજુ પણ મનપા લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને હાલ રોજે રોજ 70 હજાર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. ગઈકાલે  3,33,309 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,15,794 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગઈકાલે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 5, સુરત  કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, ખેડામાં એક અને મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  10 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2947 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 28004 નાગરિકોને  રસીનો પ્રથમ અને 61618  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  90644   નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 150086 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,309 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,28,55,962 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,   ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર,  મોરબી, નર્મદા, નવસારી,    પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Embed widget