(Source: ECI/ABP News/ABP Majha)
Family Suicide : પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પિવડાવી બાદ ખુદે ગળાફાંસો લગાવ્યો, પરિવારનો કરૂણ અંજામ
સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં શોક છવાઇ ગયો છે. આખરે પરિવારે આવું ઘાતક પગલું કેમ ભર્યું જાણીએ શું છે વિગત
Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં હૃદયને ઝંઝોળી દેતી કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યો સુસાઇડ કરીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. પિતાએ પહેલા પોતાના બાળક અને પત્નીને ઝેરી દવા આપી બાદ પોતે પણ ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર પરપ્રાતિય છે. અને પરિવાર સુરતના લીંબયત વિસ્તારમાં રહેતો હતો. વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહેતું હતુ. . મૃતકોમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી, પત્ની નિર્મલા અને 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે. પઘાત પહેલા પરિવારે તેલુગુ ભાષામાં વિડીયો પણ બનાવેલ છે.
સમગ્ર ઘટનાને લઇને હજું સુધી આપઘાતનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું છે. આપઘાત પહેલા તેમણે તેમના પરિવારના ફોટો અને વીડિયો બનાવીને તેમના ભાઇને મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને ભાઇઓ વચ્ચે મનમુટાવના કારણે આ પગલુ ભર્યાંનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ હજુ સુધી મળી નથી. જેવી પોલીસ જુદી જુદા દિશામાં તપાસ કરીને કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.