શોધખોળ કરો

Surat: ચાલુ TVમાં અચાનક થયો બ્લાસ્ટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ઘટનામાં કોઈ જાનીહાની થઈ નથી. ચાલુ ટીવીમાં અચાનક બ્લાસ્ટ થતાં ઘરમાંથી કાળા ધુમાડા નીકળવા લાગ્યા હતા.

Surat News: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો. શહેરના લીંબાયત વિસ્તારમાં ઘટના બની હતી. લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં એક ઘરમાં ટીવીમાં અચાનક બ્લાસ્ટ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ચાલુ ટીવીમાં અચાનક બ્લાસ્ટ થતાં ઘરમાંથી કાળા ધુમાડા નીકળવા લાગ્યા હતા, સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ફેલાવા દીધી નહોતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

તાજેતરમાં જામનગર નજીક દરેડમાં આવેલી એક બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થવાથી બે શ્રમિક દાઝી ગયા હતા. જેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એક શ્રમિકે હોસ્પિટલના બીછાને એક દર્દીએ દમ તોડ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાજહંસ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં બે દિવસ પહેલા સાંજે બ્લાસ્ટ થયો હતો. જેમાં મધ્યપ્રદેશનો વતની શુભલાયકસિંહ બહાદુરસિંહ અને રાજસ્થાનનો વતની હુકમસિંગ દાજી ગયા હોવાથી બંને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી શુભલાયકસિંહ બહાદુરસિંહ 75 ટકા થી વધુ દાઝી ગયો હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હુકમસિંહ સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થવાથી પંચકોશી બી ડિવિઝનના એએસઆઈ ડી.સી.ગોહિલ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો સંભાળી લીધા પછી તેનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.

સુરત શહેર પોલીસની કામગીરી પર વધુ એક ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ રાણાએ સુરત પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા છે. જે મુજબ ચેકિંગના નામે પોલીસ વાહનચાલકોને હેરાન કરે છે, શનિ-રવિવારે ભાટિયા ચેક પોસ્ટ પર પોલીસ હેરાન કરે છે, શહેરમાં બેફામ ઓવરલોડ વાહનો દોડે છે, સ્કૂલવાનમાં પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થી બેસાડાય છે તેને લઈ રજૂઆત કરી હતી. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં ધારસભ્ય અરવિંદ રાણાએ ટ્રાફિકજામ, સચિન પોલીસ સ્ટેશન દ્વારા રોકવામાં આવતા વાહન ચાલકો ઉપરાંત રીક્ષા, બસ અને સ્કુલવાનમાં બાળકોને નિયત સંખ્યા કરતા વધારે લઇ જવાતા હોવાની બાબતે રજૂઆત કરી હતી. તેમજ શહેરમાં પ્રવેશતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.  તેમની રજૂઆત સાંભળી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget