(Source: ECI/ABP News/ABP Majha)
બાળકો માટે કોરોનાની બીજી લહેર ઘાતક, ગુજરાતના આ શહેરમાં એક જ મહિનામાં 286 બાળકો ઝપેટમાં આવ્યા
વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં 14 દિવસની દીકરીના મોત સાથે 30 દિવસમાં કુલ 3 બાળકોનો Coronavirusએ ભોગ લીધો છે.
Coronavirusની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક પૂરવાર થઈ રહી છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 10 વર્ષથી નાની ઉંમરના 286 બાળકો Coronavirus ગ્રસ્ત થયા છે. 3 બાળકોના મોત થયા છે. હજી પણ ચાર બાળકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં 14 દિવસની દીકરીના મોત સાથે 30 દિવસમાં કુલ 3 બાળકોનો Coronavirusએ ભોગ લીધો છે. 14 દિવસની બાળકીને બચાવવા પ્લાઝમાં પણ અપાયા હતા.અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં આઠ બાળકોને દાખલ કરવા પડ્યા છે. જેમાં ચાર બાળકોની હાલત હજી ગંભીર છે. જ્યારે બે બાળકો સાજા થયા છે. સુરતના અઠવા ઝોનમાં 72, લિંબાયતમાં 51, રાંદેરમાં 46, ઉધનામાં 31, કતારગામમાં 30, વરાછા-બી ઝોનમાં 27, સેંટ્રલ ઝોનમાં 23 અને વરાછા એ ઝોનમાં 16 કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. Coronavirusથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3387 લોકોએ Coronavirusને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronavirusથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
Coronavirusથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-8, રાજકોટ 5, મોરબી 4, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા 1 અને વલસાડ 1 મોત સાથે કુલ 94 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5170 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2842, સુરત કોર્પોરેશનમાં 1522, રાજકોટ કોર્પોરેશનમાં 707, વડોદરા કોર્પોરેશનમાં 429, સુરત 398, મહેસાણા 330, જામનગર કોર્પોરેશન 192, ભરુચ-173, વડોદરા 171, પાટણ 125, જામનગર 122, નવસારી 117, ભાવનગર કોર્પોરેશન 112, બનાસકાંઠા 110, અમરેલી 92, દાહોદ 91, કચ્છ 89, ભાવનગર 85, આણંદ 81, પંચમહાલ 79, તાપી 78, ગાંધીનગર 75, જૂનાગઢ કોર્પોરેશન-74, સુરેન્દ્રનગર 69, ગાંધીનગર કોર્પોરેશન 67, નર્મદા 67, સાબરકાંઠા 66, મહીસાગર 62, જુનાગઢ-61, અમદાવાદ 56, મોરબી 55, રાજકોટ 52, વલસાડ 52, ખેડા 46, બોટાદ 40, ગીર સોમનાથ 32 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને Coronavirusની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.