સુરતના ઓલપાડમાં ટીટોડીએ મુક્યા 6 ઈંડા, જાણો શું કહે છે લોકવાયકા
Surat News : ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે.
Olpad, Surat : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે. ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે. લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ નું અનુમાન માનવામાં આવે છે.જોકે ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે.
6 ઈંડાની શું અસર થાય છે?
ટોટોડી સામાન્ય રીતે ચાર ઈંડા મુક્તિ હોય છે. આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે. આ મુજબ 6 ઈંડા પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસું ચાલશે. એટલે કે આ સારા ચોમાસાના સંકેત છે.
આ વર્ષે ચોમાસું રહેશે સામાન્ય
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે. મોન્સૂન હવામાન વરસાદનું LPA (LONG PERIOD AVERAGE) 99% હોવાની સંભાવના છે અને એમાં 5%નો વધારો કે ઘટાડો થઈ શકે છે. અનુમાન એ પણ છે કે દેશભરમાં ચોમાસું એક જેવું જ રહી શકે છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે.
ભારતના ઉત્તરી ભાગો અને એની નજીક આવેલા મધ્ય ભારતના કેટલાક ભાગો, હિમાલયની તળેટી અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે. પૂર્વોત્તર ભારતનાં ઘણાં ક્ષેત્રો, ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક ભાગ અને દક્ષિણી ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આ અનુમાન 1971-2020ના ટાઈમ પિરિયડમાં 87 સેમીની એવરેજના આધારે લગાવ્યું છે, એટલે કે એમાં વરસાદ (LPA) પ્રમાણે 96 %થી 104% સુધી થશે. એ માટે વિભાગે દેશભરમાં 4132 રેનગેજ સ્ટેશન સ્ટેશનથી મળેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.