શોધખોળ કરો

સુરતમાં કાળઝાળ ગરમી: બાળકોને હીટવેવથી બચાવવા શિક્ષણ વિભાગ એક્શનમાં, જાણો 5 નવી ગાઈડલાઈન

શાળાઓમાં મેદાનની રમતો પર સંપૂર્ણ પ્રતિબંધ, કડક ડ્રેસ કોડમાં રાહત અને બાળકોને અપાશે લીંબુ શરબત-છાશ; જાણો DEO ની નવી ગાઇડલાઇન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં આકરી ગરમી, શાળાઓમાં મેદાનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ.
  • બાળકોને લીંબુ શરબત/છાશ આપવા, આરામદાયક કપડાં પહેરવાની છૂટ.
  • વર્ગખંડમાં પંખા ફરજિયાત, જરૂર પડ્યે નવા પંખા લગાવવા સૂચના.
  • હીટસ્ટ્રોક જેવી સ્થિતિ માટે શાળામાં નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ.

સુરત શહેરમાં ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં બાળકો બીમાર ન પડે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારે તમામ શાળાઓ માટે તાત્કાલિક અસરથી એક કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા આદેશ મુજબ, શાળાઓમાં હવેથી મેદાનમાં થતી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત, બાળકોને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે શાળાઓમાં જ લીંબુ શરબત કે છાશ આપવા સહિતની 5 મહત્વની સૂચનાઓ અપાઈ છે. સુરત મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગ હીટવેવની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

શાળાઓ માટે જાહેર કરાયેલી 5 નવી ગાઈડલાઈન:

આઉટડોર એક્ટિવિટી પર પ્રતિબંધ: ગરમીના પ્રકોપ વચ્ચે બાળકોને સીધા તડકાથી બચાવવા માટે મેદાનમાં થતી તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી છે. પીટીનો પિરિયડ હોય કે બીજી કોઈ રમતગમત, હવે બધું જ ફરજિયાતપણે ઇન્ડોર એટલે કે વર્ગખંડની અંદર જ કરાવવાનું રહેશે.

લીંબુ શરબત અને છાશની વ્યવસ્થા: શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે શાળાઓને રિસેસ કે નાસ્તાના સમયે બાળકોને લીંબુ શરબત અથવા છાશ જેવા કુદરતી પીણાં પૂરા પાડવા પ્રોત્સાહિત કરાયા છે. સાથે જ ડીહાઈડ્રેશનથી બચવા બાળકોને વારંવાર પાણી પીવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

ડ્રેસ કોડમાં મોટી રાહત: ગરમીમાં પરસેવા અને અકળામણને કારણે બાળકો બીમાર ન પડે તે માટે કડક યુનિફોર્મમાંથી રાહત આપવામાં આવી છે. તેના બદલે વિદ્યાર્થીઓ આરામદાયક રહી શકે તેવા કપડાં પહેરીને આવે તો તેને પ્રાધાન્ય આપવા શાળાઓને સૂચના અપાઈ છે.

વર્ગખંડમાં પંખા અને કૂલિંગ ફરજિયાત: વર્ગખંડનું વાતાવરણ ઠંડુ અને હવાની અવરજવરવાળું રહે તે જોવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે. દરેક વર્ગમાં પંખાઓ ચાલુ હાલતમાં હોવા જ જોઈએ. જો કોઈ પંખો બગડેલો હોય તો તેને યુદ્ધના ધોરણે રિપેર કરાવવાનો રહેશે અને જરૂર પડે ત્યાં નવા પંખા નાખવાના રહેશે.

ઈમરજન્સી માટે 'નોડલ ઓફિસર': જો કોઈ બાળકને ગરમીના કારણે અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય, તો તેના તાત્કાલિક નિવારણ માટે દરેક શાળામાં એક 'નોડલ ઓફિસર' ની નિમણૂક કરાઈ છે. આ ઓફિસર બાળકને તુરંત પ્રાથમિક સારવાર આપશે, વાલીઓને જાણ કરશે અને સ્થિતિ ગંભીર હોય તો 108 એમ્બ્યુલન્સ બોલાવીને નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરશે.

વાલીઓમાં એવી ચર્ચા હતી કે ગરમીના કારણે છેલ્લા પિરિયડમાં બાળકોને વહેલા ઘરે જવા દેવામાં આવશે. પરંતુ, DEO એ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની દલીલ છે કે જો બાળકોને વહેલા છોડી દેવામાં આવે તો તેઓ બપોરના આકરા તડકામાં રસ્તા પર ફરશે, જે તેમના સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક છે. તેના બદલે બાળકો શાળાના સુરક્ષિત અને છાંયડાવાળા વાતાવરણમાં રહીને ઇન્ડોર એક્ટિવિટી કરે તે જ તેમના માટે વધુ હિતાવહ છે.

Frequently Asked Questions

હીટવેવને કારણે સુરતમાં શાળાઓ માટે કયા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે?

શાળાઓમાં મેદાનમાં થતી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોને લીંબુ શરબત/છાશ આપવા અને આરામદાયક કપડાં પહેરવાની છૂટ અપાઈ છે. વર્ગખંડમાં પંખા ફરજિયાત છે અને ઈમરજન્સી માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે.

બાળકોને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે શાળાઓ શું કરશે?

શાળાઓ બાળકોને રિસેસ કે નાસ્તાના સમયે લીંબુ શરબત અથવા છાશ જેવા કુદરતી પીણાં પૂરા પાડશે. બાળકોને વારંવાર પાણી પીવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

શું ગરમીને કારણે બાળકોને શાળામાંથી વહેલા રજા આપવામાં આવશે?

ના, DEO એ સ્પષ્ટ કર્યું છે કે બાળકોને વહેલા રજા આપવામાં આવશે નહીં. આકરા તડકામાં બહાર ફરવા કરતાં શાળાના સુરક્ષિત વાતાવરણમાં ઇન્ડોર પ્રવૃત્તિઓ કરવી વધુ હિતાવહ છે.

બાળકો બીમાર પડે તો શાળાઓમાં શું વ્યવસ્થા છે?

દરેક શાળામાં એક 'નોડલ ઓફિસર' ની નિમણૂક કરાઈ છે. આ અધિકારી ગરમી સંબંધિત બીમારીના લક્ષણો દેખાય તો તાત્કાલિક પ્રાથમિક સારવાર આપશે અને જરૂર પડ્યે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Embed widget