શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં એવું તો શું થયું કે લોકોએ શાકભાજી ખરીદવા કરી પડાપડી? જાણો વિગત
સુરતમાં ટિખળખોરે શાક માર્કેટ અને કૃષિ બજાર બંધ થવાના ખોટો મેસેજ વાયરલ કરતા શાક માર્કેટમાં લોકોએ કરી પડાપડી.
સુરતઃ દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસને કારણે ડર ફેલાયેલો છે, ત્યારે સુરતમાં કોઈ ટીખળખોરે શાકમાર્કેટ અને કૃષિ બજાર બંધ થવાનો મેસેજ વાયરલ કર્યો હતો. જેને કારણે લોકોમાં ભય ફેલાયો હતો અને લોકોએ શાકભાજી ખરીદવા માટે પડાપડી કરી હતી. જોકે, આ મેસજ ખોટો હોવાનું સામે આવ્યું છે. જેથી લોકોને ભયભીત થવાની જરૂર નથી.
Apmc કૃષિ બજાર રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું ચેરમેને જણાવ્યું છે. જેથી આને લઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. નોંધનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નહોતા. ગઈ કાલે ગુજરાતમાં બે પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર પણ વધુ એલર્ટ થઈ ગયું છે. સુરત અને રાજકોટમાં એક એક કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે સરકાર દ્વારા કામ સિવાય બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કર્ફ્યું માટે આહ્વાન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion