સુરતમાં ફરી લેવ જેહાદ, મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, SOGએ દબોચ્યો
Surat Love Jehad Case: મૂળ બંગાળના રહેવાસી મુસ્લિમ યુવકે આ વખતે લવ જેહાદ કર્યો હતો. બંગાળી મુસ્લિમ યુવક જેનું મૂળ નામ મુસીબલ શેખ છે
Surat Love Jehad Case: ગુજરાતમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, આ વખતે સુરતમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ અંત સમયે જ એસઓજીની ટીમે દબોચી લેતા સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ ફરિયાદમાં નોંધાયેલી માહિતી પ્રમાણે, મૂળ બંગાળના રહેવાસી મુસ્લિમ યુવકે આ વખતે લવ જેહાદ કર્યો હતો. બંગાળી મુસ્લિમ યુવક જેનું મૂળ નામ મુસીબલ શેખ છે, તેને સુરતમાં આવીને એક હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેને ખુદને મુસીબુલ શેખમાંથી હિન્દુ નામ પ્રદીપ ક્ષેત્રાપાલ ધારણ કર્યુ હતુ. સુરતમાં રાંદેર વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇનમાં રહેતો હતો. બૉગસ ડૉક્યૂમેન્ટ બનાવનારા મુસ્લિમ યુવકને અંતે SOGની ટીમે દબોચી લીધો હતો. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને તપાસમાં બહાર આવ્યુ છે કે, મુસીબુલ શેખ મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો રહેવાસી હતો.
અગાઉ પણ સુરતમાંથી સામે આવ્યો હતો લવ જેહાદનો કિસ્સો -
આ અગાઉ સુરતના ઉમરા વિસ્તાર બાદ વેસુ વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી હતી. વેસુની સગીરાની સાથે ઘોડદોડ રોડનાં યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. પીડિતાની માતાની ફરિયાદ બાદ આરોપી યુવક અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પીડિતાની માતાની ફરિયાદ મુજબ બારમાં ધોરણમાં અભ્યાસ કરતી આ કિશોરીને પહેલા મિત્રતા કરીને તેમને પ્રેમજાળમાં ફસાવી હતી બાદ તેમને ડુમસ હોટેલ લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દીકરી ફોનમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાને શંકા જતાં તેમણે મોબાઇલ ચેક કર્યો હતો. જો કે મોબાઇલ ચેક કરતા બંનેના અશ્વિલલ ફોટો અને વીડિયો મળતા માતાના પગ તળેથી જમીન ખસી ગઇને તેમણે આરોપી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને સઘન પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો
Surat News: “હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરવાના ટાર્ગેટ સાથે મળે છે પૈસા”