શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ અકબંધ, જાણો વિગત
યુવકે અગમ્ય કારણસર તાપી નદીમાં છલાંગ લગાવી હતી, જેમાં યુવાનનું કરુણ મોત થયું છે.
સુરત: શહેરના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે. યુવકે અગમ્ય કારણસર તાપી નદીમાં છલાંગ લગાવી હતી, જેમાં યુવાનનું કરુણ મોત થયું છે. ફાયર વિભાગે લાશ બહાર કાઢી પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. યુવક સવજી કોરાટ બ્રિજ પર બાઇક પર આવ્યો હતો. આ પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
યુવક જે બાઇક લઇને આવ્યો હતો, તે જીજે05, એસએલ 6020 નંબરનું છે. તેમજ તેના બાઇક પર વૃંદાવન નગર નામનું સોસાયટીનું સ્ટીકલ લગાવેલું છે. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion