Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Surat Breaking: ડાયમંડ નગરી સુરતમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રત્ન કલાકારો ઘણા સમયથી સરકાર પાસે પેકેજથી લઈને અનેક માંગણીઓ કરી રહ્યા છે. એવામાં આ મોટી ઘટના બની છે.

Surat Breaking: ડાયમંડ નગરી સુરતમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રત્ન કલાકારો ઘણા સમયથી સરકાર પાસે પેકેજથી લઈને અનેક માંગણીઓ કરી રહ્યા છે. એવામાં સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ ખાતે 50થી વધુ રત્નકલાકારોની તબીયત લથડી છે.
સામે આવેલી વિગતો અનુસાર પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો રત્નકલાકારોએ આરોપ લગાવ્યો છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવથી ડાયમંડ કંપનીમાં ભયનો માહોલ છે. કૂલરનું પાણી દૂષિત હોવાની વાતથી અરાજકતા ફેલાઈ હતી. 50 જેટલા રત્નકલાકાર બેભાન થયા હોવાની વાત સામે આવી છે. કૂલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલું જોવા મળ્યું છે. જેના કારણે રત્નકલાકારો ગભરાયા હતા. જે બાદ સ્વયંભૂ રત્નકલાકારો પોતાનો રિપોર્ટ કરાવવા ભાગ્યા હતા. સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી. જો કે, સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ટ્રંપ ટેરિફના કારણે સુરતમાં રત્ન કલાકારો ચિંતામાં
ટ્રંપના ટેરિફ કાર્ડની અસર ભારતના ડાયમંડ ઉદ્યોગ પર પણ જોવા મળશે. સુરતના ડાયમંડ ઉદ્યોગકારો આ ટેરિફને લઈ ચિંતિત છે. સુરત ડાયમંડ માર્કેટમાં ટેરીફની નકારાત્મક અસર ઉભી થવાની સંભાવના છે. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ ચિંતા વ્યક્ત કરી છે. US રાષ્ટ્રપતિ ટ્રંપે ગુજરાતના હીરા ઉદ્યોગને પડ્યા પર પાટું માર્યું છે. 0 ટકા ટેરિફ હતો, હવે સીધો 26 ટકા ટેરિફ લાગૂ થશે. દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, એક્સપોર્ટમાં પ્રતિ કેરેટ રૂ. 2 લાખ સુધીનો વધારો થશે.
ટેરિફને લઈ ડાયમંડ માર્કેટમાં નેગેટિવ ઈમ્પેક્ટ ઉભી થઈ
હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું, 35 ટકા માલ માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. ટેરિફને લઈ ડાયમંડ માર્કેટમાં નેગેટિવ ઈમ્પેક્ટ ઉભી થઈ છે. 35 ટકા કટ એન્ડ પોલિશ બિઝનેસ અમેરિકામાં હતો. તેમણે જણાવ્યું કે, 9.5 બિલિયન ડોલરનું એક્સપોર્ટ વર્ષ 2023-24માં થયું હતું. બે મહિનામાં ડાયમંડ માર્કેટમાં સુધારની આશા હતી. આ રીતની પરિસ્થિતિ રહી તો હીરા ઉદ્યોગમાં ભારે મંદી પ્રવર્તશે.
ટેરીફને લઈ સમગ્ર વિશ્વના શેર બજાર પર તેની અસર જોવા મળી રહી છે. ભારતીય શેર બજારમાં તો હાહાકાર મચી ગયો છે. બે મહિનામાં ડાયમંડ બજારમાં સુધારો થશે તેવી આશા હતી પરંતુ જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી પ્રવર્તશે તેવુ લાગી રહ્યું છે.
વૈશ્વિક વેપાર યુદ્ધની ચિંતા અને અમેરિકામાં મંદીના વધતા ભય વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 3,939.68 પોઈન્ટ ઘટીને 71,425.01 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1,160.8 પોઈન્ટ ઘટીને 21,743.65 પર બંધ રહ્યો હતો. તમામ 13 મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈના તાજેતરના ડેટા દર્શાવે છે કે બીએસઈ પર લિસ્ટેડ બધી કંપનીઓના બજાર મૂડીકરણમાં 19 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
આઇટી કંપનીઓ જે તેમની આવકનો મોટો હિસ્સો અમેરિકાથી કમાય છે. તેને 7 ટકાનું નુકસાન થયું. વ્યાપક સ્મોલ-કેપ અને મિડ-કેપ સૂચકાંકો અનુક્રમે 6.2 ટકા અને 4.6 ટકા ઘટ્યા હતા. સમય જતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.





















