કચ્છમાં ગરમીથી ત્રાહિમામ, તંત્રએ વિદ્યાર્થીઓને રાહત આપવા શાળાના સમયમાં કર્યો ફેરફાર
Heat Wave Update: કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઇ ગયા છે, ગરમીનો પારો 40થી ઉપર જઇ રહ્યો છે

Heat Wave Update: એપ્રિલ મહિનામાં સૂર્યદેવે પ્રકોપ બતાવવાનો શરૂ કરી દીધો છે, રાજ્યમાં હાલમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મેગા સિટીમાં લોકો પરેશાન થઇ રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે હવે કચ્છમાંથી વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હીટવેવના કારણે કચ્છમાં પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઇ ગયા છે, ગરમીનો પારો 40થી ઉપર જઇ રહ્યો છે. આકરા તાપમાં લોકો શેકાઇ રહ્યાં છે, ત્યારે હવે કચ્છમાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, કચ્છમાં સતત વધી રહેલી ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હીટવેવના કારણે પ્રાથમિક શાળાના સમય સવારનો કરવામાં આવ્યો છે, શાળાનો સમય સવારના 7:10 થી 11:40 સુધીનો રાખવામાં આવ્યો છે. હીટવેવના પગલે શાળાઓને તકેદારી રાખવા આ પ્રકારના જુદાજુદા સૂચનો પણ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ત્રણ દિવસ કાળજાળ ગરમીની આગાહી, કચ્છમાં સિવિયર હીટવેવનું એલર્ટ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈ આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આકરો તાપ સહન કરવો પડશે. કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભૂજમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ કાળજાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ છે. હવામાન વિભાગે કહ્યું કે, પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં તાપમાનમાં ઘટાડો થશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેથી તાપમાન ઘટશે. ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આકરા તાપની આગાહી કરી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે પણ કચ્છમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

