શોધખોળ કરો

Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે

સતત વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું.  પાલ વિસ્તારની એક મહિલા અને મગદલ્લા વિસ્તારના એક યુવકને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં જ બંને લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોના મોત થયા છે.

Surat: સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વર્ક્યો, અત્યાર સુધીમાં શહેરમાં 17 લોકોના મોત

બીજી તરફ અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.  30 જૂલાઈ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 174, મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 451, કમળાના 116 તથા કોલેરાના 6 કેસ નોંધાયા હતા.  મનપાના આરોગ્ય વિભાગે 28 જૂલાઈ તથા એક ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરી હતી.  આ તપાસ સમયે 725 એકમની તપાસ કરી 448 એકમને નોટિસ આપી ૯ લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ ફટકાર્યો હતો. તો ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલ શિવાલય કોમ્પલેકસના બેઝમેન્ટમાંથી મચ્છરના પોરા મળતા સીલ મરાયુ હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.  અરવલ્લી જિલ્લા મેઘરજમાં હરિઓમ આશ્રમ શાળામાં એક સાથે 39 વિદ્યાર્થીઓને આંખ આવવાની બીમારી થઈ હતી.  હાલમાં તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.  તો આરોગ્ય વિભાગે પણ દર્દીઓને ચશ્મા પહેરી રાખવા અને ભીડવાળી જગ્યા પર ન જવા માટે અપીલ કરી છે.

અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડો થયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.

આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget