Surat: બે બાળકો સાથે માતાએ આપઘાત કરી લેતા ચકચાર, નેપાળથી પતિને છોડીને પ્રેમી સાથે સુરત ભાગી આવી હતી મહિલા
સુરત: શહેરના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડમાં બે બાળકો સાથે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે.
સુરત: શહેરના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડમાં બે બાળકો સાથે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. 35 વર્ષીય રિતા ચોરસિયા નામની મહિલાએ 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી. અચાનક બાળકો સાથે માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પહેલા માતાએ બન્ને બાળકની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. 11 વર્ષીય પુત્રીનું નામ અંશીતા હતું અને 5 વર્ષના પુત્રનું નામ રોબર્ટ હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ આપઘાતની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા રીતા ચોરસિયા મૂળ બિહારની રહેવાસી હતી. પતિ રાજેશ પ્રસાદ સાથે કાઠમંડુમાં રહેતી હતી. નેપાળમાં તેમના પતિને કરિયાણાની દુકાન હતી. આ કરિયાણાની દુકાનમાં મુન્ના નામનો નોકર કામ કરતો હતો. મુન્ના નોકર સાથે આંખ મળી જતા નેપાળથી ભાગીને મૃતક મહિલા રીતા ચોરસિયા સુરત ભાગી આવી હતી. જે બાદ સુરતમાં પ્રેમી મુન્ના સાથે રહેવા લાગી હતી.
મૃતક મહિલાને પહેલા પતિ દ્વારા અંશીતા નામની દીકરી હતી. જયારે પ્રેમી સાથે રહેતા બન્ને રોબર્ટ નામનો પુત્ર હતો. ગઈકાલે આપઘાત કરનાર મહિલા રાંદેર પોલિસ મથકે પતિના ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાને આર્થિક મદદ પણ કરી હતી. મહિલાએ 498 નો કેસ કર્યો હતો જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી.
ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના સરથાણામાં 15 વર્ષ 8 માસની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ટેમ્પમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર કે બીજાને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ અને ફોટાઓ વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ પણ આપી હતી.
સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 29 વર્ષીય પપ્પુ રાધેશ્યામ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી રાધેશયમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા ક્રાઈમને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા વિસ્તારમાં સગીરા નરાધમનો ભોગ બની છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરાએ ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપી શકતા નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. બાદમાં પરિવારના સભ્યો દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ આરોપી રાકેશ ધોબી વિરૂદ્ધ નિઝર પોલીસ મથકમાં પોક્સો એક્ટ તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.