શોધખોળ કરો
Advertisement
સુરતઃ યુવક સાથે ન્યુયરની પાર્ટી કરવા ગયેલી યુવતીનું થયું રહસ્યમય મોત, પરિવારે શું લીધો મોટો નિર્ણય?
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.
સુરતઃ સુરતમાં થર્ટી ફસ્ટની રાત્રે ન્યુ યરની ઉજવણી કરવા યુવક પરિચિત 22 વર્ષની યુવતીને હોટલમાં લઇ ગયો હતો. હોટલમાં જ યુવક સાથે રાત્રે રોકાયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું એ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી યુવક સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમ સંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણ હતી અને પરિવારે બંનેના સંબંધોને મંજૂરી આપી હતી.
નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. બંને આખી રાત હોટલમાં રોકાયા હતા પરંતુ સવારે તન્વી ઉઠી ન હતી. યુવકે પ્રેમિકાના પરિવારને આ અંગે જાણ કરી હતી અને પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતથી પરિવારમાં મામત છવાઇ ગયો છે.
જોકે, પરિવારે સમાજને ઉદાહરણ પૂરું પાડતું કાર્ય કર્યું છે. મળતી વિગતો પ્રમાણે તેમની દીકરીની આંખોનું દાન કર્યું છે. તન્વીની આંખોથી બે લોકોને રોશની મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement