શોધખોળ કરો
Advertisement
નારાયણ સાઈ બળાત્કાર કેસઃ સાઇના વકીલે કોર્ટમાં શું કરી દલીલ? જાણો
ફરિયાદી સાધિકા નારાયણ સાઈના કસ્ટડીમાં ન હતી. સાધિકા ગમે ત્યાં જવા માટે ફ્રી હતી. એવો કોઈ રેકોર્ડ નથી કે પીડિતા પર ફોર્સ ફૂલી રેપ કરવામાં આવ્યા હોય. વકીલે દલીલ કરી હતી કે, સંમતિથી શારીરિક સંબંધ બંધાયા.
સુરતઃ આજે સાધિકા પર બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટ નારાયણ સાઇ સહિત પાંચ આરોપીઓને સજા સંભળાવશે. આ પહેલા બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદી સાધિકા નારાયણ સાઈના કસ્ટડીમાં ન હતી. સાધિકા ગમે ત્યાં જવા માટે ફ્રી હતી. એવો કોઈ રેકોર્ડ નથી કે પીડિતા પર ફોર્સ ફૂલી રેપ કરવામાં આવ્યા હોય. વકીલે દલીલ કરી હતી કે, સંમતિથી શારીરિક સંબંધ બંધાયા.
આ પછી બચાવપક્ષના વકીલે હાઇકોર્ટના જુના કેસને આગળ ધરી દલીલો શરૂ કરી હતી. પાટણ અને સુરત ગેંગરેપનો દાખલો આપી નારાયણ સાઈનો કેસ તે પ્રકારનો ન હોવાનું જણાવ્યું હતું. જેથી ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી.
બચાવપક્ષના બીજા વકીલ કલ્પેશ દેસાઈએ નારાયણ સાઇ સિવાયના અન્ય ચાર આરોપીના બચાવમાં દલીલ કરી કે, જહાંગીરપુરા આશ્રમમાં બનેલા ગુનામાં ભાવના અને જમનાબેનનો હાથ હોવાના કોઈ પુરાવા નથી. ગુનો 2001થી 2002નો છે. સાધિકાને કોઈ ફરજ પાડવામાં આવી નથી કે તેની મારઝૂડ પણ કરવામાં આવી નથી. 5 વર્ષની ટ્રાયલ દરમિયાન કોઈના પર અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાની સામે નથી આવી ઉપરાંત તપાસમાં પણ પૂરતો સહકાર અપાયો હોઈ તે બાબતે પણ સજા જાહેર કરતી વખતે ધ્યાન રાખવા બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion