શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ જિલ્લા આજે નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોરોનાની ગતિ સ્પિડ પકડી છે. નવસારી જિલ્લામાં આજે 10 વાગ્યા સુધી નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવા પોઝિટિવ કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ હતી.
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકામાં પોઝિટિવ કેસો નોંધાયા હતાં. નવસારીના વિજલપોર બાદ સૌથી વધુ ગણદેવી તાલુકામાં પોઝિટિવ કેસો નોંધાયા છે.
નોંધનીય છે કે, નવસારી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 471ને પાર પહોંચી ગઈ છે. હાલ 152 એક્ટિવ કેસો છે. અત્યાર સુધી 291 લોકોએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion