શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી? જાણો વિગત
પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે.
સુરતઃ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ હોવાની શક્યતા છે. જોકે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના આવતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરવામાં છે. જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાનું સરનામું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ૨૭ ડિસેમ્બરે પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે અલાયદી વ્યવસ્થા કરી દેવાઈ હતી.
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4302 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,44,258 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,29,977 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9917 લોકો સ્ટેબલ છે.
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથેની વધુ એક શાનદાર તસવીર કરી શેર, Photos
મેષ, કન્યા, તુલા અને કુંભ રાશિવાળા ઉતાવળમાં ન કરતાં કોઈ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion