શોધખોળ કરો
Advertisement
મેષ, કન્યા, તુલા અને કુંભ રાશિવાળા ઉતાવળમાં ન કરતાં કોઈ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. આજે કેટલીક રાશિ માટે લાભ તો અમુક માટે નુકસાનની સ્થિતિ બનેલી છે.
આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. આજે કેટલીક રાશિ માટે લાભ તો અમુક માટે નુકસાનની સ્થિતિ બનેલી છે.
મેષઃઆજનો દિવસ મિશ્ર પરિણામ આપનારો હશે. અચાનક કોઈ યાત્રા પર જવું પડી શકે છે. વડીલોના અભિપ્રાય બાદ ફેંસલો લેવો ફાયદાકારક રહેશે.
વૃષભઃ આજેના દિવસે ભાગદોડમાં તમારો સમય બરબાદ થઈ શકે છે. પરિવાર સાથે લાંબી મુસાફરીનું આયોજન સમજી વિચારીને કરજો.
મિથુનઃ આજે ખુલ્લા દિલથી તમામના સહયોગ માટે ધન્યવાદ કહેવાનો અને અનુભવ કરાવવાનો દિવસ છે. પરિશ્રમથી કરવામાં આવેલા કામની સફળતા નક્કી છે. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે.
કર્કઃ આર્થિક અને સામાજીક લાભ મેળવવા માટે સક્રિયતા અને પરિશ્રમની સાથે ખુદની યોગ્યતા બતાવવી પડશે. કોઈ પારિવારિક વિવાદમાં ફસાયા હોવ તો જીવનસાથી કે ઘરના સૌથી નજીકના વ્યક્તિને વાત કરી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
સિંહઃ આજનો દિવસ પરિશ્રમ અને પોતાના જ્ઞાનથી લેવામાં આવેલો નિર્ણય સફળતા આપનારો રહેશે. જીવન સાથીના સ્વાસ્થ્યને લઈ સતર્ક રહેવું.
કન્યાઃ આજના દિવસે કામકાજના પડકારનો સામનો પૂરી દ્રઢતાથી કરો. પરિવારમાં તમામ લોકોનો સહયોગ મળશે. તાલમેલ જાળવી રાખજો.
તુલાઃ આજના દિવસે નફો કમાવવા માટે ખોટો રસ્તો પસંદ ન કરતાં. વિરોધી તમને ઉશ્કેરીને વિવાદની સ્થિતિ ઉભી કરી શકે છે.
વૃશ્ચિકઃ આજે તમારા સંપર્કમાં રહેલા લોકો આજીવિકા માટે ફાયદાકારક સાબિત થશે. ઈલેક્ટ્રોનિક સામાનોની જાળવણી રાખજો. ઘરના કિંમતી સામાન પર નજર રાખજો.
ધનઃ આજેથી મનને શાંત અને સંયમિત રાખવાની જરૂર છે. આર્થિક પરેશાનીના કારણે મન પરેશાન રહી શકે છે પરંતુ ઘરના સભ્યો દ્વારા આર્થિક મદદ મળવાથી રાહતનો અનુભવ થશે.
મકરઃ આજના દિવસે તમામ સાથે વિનમ્રતાથી વાત કરો અહંકાર તમારા જીવનમાં મોટી સમસ્યા ઉભી કરી શકે છે. ફરવા જવાના બદલે આરામ કરવો વધારે સારું રહેશે.
કુંભઃ આજના દિવસે માત્ર તમારા કામ પર જ ધ્યાન આપો. સંબંધો સુધારવાનો પ્રયાસ કરો. નવા સંબંધ બનતા નજરે પડી રહ્યા છે.
મીનઃ આજના દિવસે ધૈર્યની કમી મોટી જવાબદારી કે પ્રોજેક્ટમાં નુકસાન કરાવી શકે છે. પારિવારિક જીવનમાં સંબંધોની મર્યાદા જાળવી રાખજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement