શોધખોળ કરો

'No1BanGayaSurat', ચૂંટણી પછી કોરોનાના કેસો વધતાં સુરતમાં લાગ્યા પોસ્ટર

સ્ટરમાં ચૂંટણીઓમાં જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર એવા લખાણ લખાયા છે. ધનિકોને માફી અને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ એવા સૂત્રો લખવામાં આવ્યા છે. પ્રજા પોકારે ત્રાહિમામ પરિવાર ચલાવવા કરવા દો કામ જેવા સૂત્રો લખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સુરતઃ ગુજરાત(Gujarat Corona)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 2 હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સુરત(Surat Corona)માં કોરોનાનું સંક્રમણ વધતા શહેરના રાંદેરમાં કોરોનાને લઈ પોસ્ટર લાગ્યા છે. કોરોના કેસમાં વધારો કરવામાં નમ્બર 1 બનેગા સુરત એવા પોસ્ટર લાગ્યા છે. 

પોસ્ટરમાં ચૂંટણીઓમાં જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર એવા લખાણ લખાયા છે. ધનિકોને માફી અને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ એવા સૂત્રો લખવામાં આવ્યા છે. પ્રજા પોકારે ત્રાહિમામ પરિવાર ચલાવવા કરવા દો કામ જેવા સૂત્રો લખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ નેતાઓને ગોળ અને પ્રજા નો ખોળ કેમ જેવા સવાલો પૂછવામાં આવ્યા છે. જોકે, કોણે આ પોસ્ટર લગાવ્યા તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી, પરંતુ પોસ્ટરે હાલ શહેરમાં ચર્ચા જગાવી છે. 

જરાત(Gujarat Corona)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 2 હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે ગુજરાતના સૌથી સંક્રમિત શહેર સુરત(Surat Corona)માં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરત મનપા(Surat Corporation)એ કોરોના સંક્રમણ ઘટાડવા નવો આદેશ આપ્યો છે. સુરતમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ, શાકભાજી વિક્રેતા, ફ્રૂટ વિક્રેતા, દુકાનધારકો, ચા વાળા, ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા લોકો, ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતા લોકોએ ફરજિયાત દર અઠવાડિયે RTPCR ટેસ્ટ કરાવવાના રહેશે.

કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ લોકો રાબેતા મુજબ કામગીરી કરી શકશે. સમૂહમાં કામ કરનારા લોકો સુપરસ્પ્રેડરની ભૂમિકામાં છે. કોઈ પણ વ્યક્તિને નજીકના ટેસ્ટિંગ સેન્ટરમાં ટેસ્ટ કરવા અપીલ કરાઈ છે. સરકારની ગાઈડલાઈન(Corona Guideline)નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. 

ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં  છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના  મોત થયા છે. આ પંદર દિવસમાં ૩૭૦૬ વ્યક્તિ કોરોના સામેની જંગ જીતી છે.

સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.

મેયર સિવાય કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં

મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. . સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget