શોધખોળ કરો
Advertisement
કોરોનાનું એપી સેન્ટર બનેલા સુરત માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણો વિગત
દૈનિક કેસો ગુજરાતમાં સૌથી વધુ આવતાં હોવા છતા એક્ટિવ કેસો સુરત શહેર અને જિલ્લામાં ઘટી રહ્યા છે. જેને કારણે સુરત જિલ્લો ફરીથી એક્ટિવ કેસોની બાબતે બીજા નંબરે આવી ગયો છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બનેલા સુરત માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, દૈનિક કેસો ગુજરાતમાં સૌથી વધુ આવતાં હોવા છતા એક્ટિવ કેસો સુરત શહેર અને જિલ્લામાં ઘટી રહ્યા છે. જેને કારણે સુરત જિલ્લો ફરીથી એક્ટિવ કેસોની બાબતે બીજા નંબરે આવી ગયો છે.
અમદાવાદ જિલ્લામાં હાલ, કોરોનાના 3463 એક્ટિવ કેસો છે. જ્યારે સુરત જિલ્લામાં 2882 એક્ટિવ કેસો છે. આ કેસો અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર કરતા પણ ઓછા છે. અમ દાવાદ કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોનાના કુલ એક્ટિવ કેસો 2960 છે. આ દ્રષ્ટીએ અમદાવાદ શહેર એક્ટિવ કેસોમાં ગુજરાતમાં નંબર વન છે.
ગઈ કાલની વાત કરીએ તો 16મી ઓગસ્ટે સુરત જિલ્લામાં કોરોનાના 228 કેસ નોંધાયા હતા. જેની સામે 336 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગુજરાતમાં ગઈ કાલે 1120 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 959 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement