(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના આ મોટા શહેરમાં સર્જાઈ ઓક્સિજનની અછત, ખુદ કલેકટરે કહ્યું- આવનારા સમયમાં.....
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 106505 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મત્યુઆંક વધીને 1671 થયો છે
સુરતઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઈ છે. સુરતના કલેકટર ડો. ધવલ પટેલે કહ્યું કે, સુરતમાં ઓક્સિજનની અછત છે. આવનારા સમયમાં દર્દીઓની હાલાકી વધી શકે છે. સુરતમાં ઓક્સિજનનો સ્ટોક નથી આવે તેમ વપરાઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. એક બીજા પાસેથી ઓક્સિજન મેળવી પ્રયાસ કરી રહ્યા છીએ. સુરતની ઓક્સિજનને લઈ સ્થિતિ ગંભીર છે તેમ જણાવ્યું હતું.
હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવી રહ્યો થવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે, જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. અને સુરત પાસે માત્ર 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે.
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 106505 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મત્યુઆંક વધીને 1671 થયો છે. શહેર જિલ્લામાં કુલ 21805 એક્ટિવ કેસ છે. સોમવારે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. રાજ્યમાં સોમવારે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.