શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નરેન્દ્ર મોદીને કોના સ્વરૂપમાં દેખાડાતાં લોકો ભડક્યા, સાયબર ક્રાઈમમાં કેસ નોંધવા કરાઈ અરજી
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સુરતઃ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છત્રપતિ શિવાજી મહારાજની તસવીર પર લગાવી મોદીને છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા સામે લોકોએ આક્રોશ દર્શાવ્યો છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવા સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બુધવારે કેટલાંક સંગઠનોએ તેની સામે વિરોધ દર્શાવીને વિરોધ દર્શાવ્યો છે. હિન્દુ સમાજના લોકોની લાગણીઓ દુભાતા તે સુરત સાઈબર પોલીસને અરજી આપવા આવી પહોંચ્યા હતા. તેમણે આ હરકત કરનાર સામે ફરિયાદ નોંધવા અરજી આપી છે. ફોટો વાયરલ કરનાર લોકો સામે કડક પગલા ભરવાની માગ પણ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion