શોધખોળ કરો
Advertisement
Surat Diamond Bourse: 'સુરત કામમાં લોચો મારે નહીં, ખાવામાં લોચો છોડે નહીં', વાંચો પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો
ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, જેમાં 10 હજારથી પણ વધુ બાઈક તેમજ 4500 જેટલી કારનું પાર્કિંગ છે. આ ડાયમંડ બુર્સ ઓફિસ કોમ્પ્લેક્સના દરેક ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સેન્સર છે.
Surat News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં તેમણે સુરતીઓની ભરપેટ પ્રશંસા કરી હતી.
પીએમ મોદીના સંબોધનના અંશો
- સુરત પાસે ઈતિહાસનો અનુભવ છે
- સુરતમાં કામમાં લોચો મારે નહી, ખાવામાં લોચો છોડે નહી
- આજે સુરત શહેરની ભવ્યતામાં વધુ એક ડાયમંડ
- આ ડાયમંડની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફિક્કી
- ડાયમંડ બુર્સનું નામ લેવાશે ત્યાં સુરત, ભારતનું નામ આવશે જ
- આ બિલ્ડીંગ નવા સંકલ્પનું પ્રતિક
- દુનિયાની મોટી ઈમારતોની ચમક આની સામે ફિક્કી પડી
- આજે સુરતના લોકો, વેપારીઓને વધુ બે ભેટ મળી
- આજે સુરત એયરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું
- આજે સુરત એયરપોર્ટને આંતરરાષ્ટ્રીય એયરપોર્ટનો દરજ્જો મળ્યો
- સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ
- પહેલા સુરત એયરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગતુ હતુ
- સુરતથી દુબઈ ફ્લાઈટ આજથી શરૂ થશે
- ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ
- આંતરરાષ્ટ્રીય એયરપોર્ટના કારણે દરેક ક્ષેત્રને ફાયદો થશે
- સુરત શહેર સાથે મારો આત્મીય લગાવ છે
- સુરત શહેરની યાત્રાએ અનેક ઉતાર-ચઢાવ જોયા
- એક જમાનામાં જહાજો પણ સુરતમાં જ બનતા હતા
- સુરતના લોકોએ અનેક સંકટોનો મુકાબલો કર્યો
- ક્યારેક ગંભીર બીમારી તો ક્યારેક પૂરનો સુરતે સામનો કર્યો
- દરેક સંકટમાંથી બહાર આવી સુરતે આજે વિશ્વમાં સ્થાન બનાવ્યું
- આજે ટોપ-10 શહેરોમાં સુરતનો સમાવેશ
- સ્વચ્છતા, સ્કીલ ડેવલપમેંટમાં સુરત આગળ
- લાખો યુવાનો માટે આજે સુરત ડ્રિમ સિટી
- હવે સુરત આઈટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે
- આજે મોદીની ગેરેન્ટીની ખુબ ચર્ચા
- સુરતના લોકો મોદીની ગેરેન્ટીને પહેલાથી જ ઓળખે છે
- મોદીની ગેરેન્ટીને લોકોએ સચ્ચાઈમાં બદલતી જોઈ છે
- દરેક પ્રકારનો વેપાર એક જ છત નીચે
- રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી સ્ટોર
- ડાયમંડ બુર્સથી દોઢ લાખ લોકોને રોજગારી મળશે
- સુરતે ગુજરાત અને દેશને ખુબ જ આપ્યુ છે
- સુરત પાસે હજુ પણ ઘણું સામર્થ્ય
- ત્રીજી ઈનિંગમાં ભારત ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવાનો સંકલ્પ
- ડાયમંડ સેક્ટરમાં એક્સપોર્ટમાં ભારત આગળ છે
- જેમ્સ જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે
- આજે વિશ્વનો માહોલ ભારતના પક્ષમાં છે
- આજે વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે
- સુરતમાં આધુનિક ઈંફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ભાર મુકાયો
- સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાઈ રહ્યું છે
- દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે સુરતના વેપારને નવા અવસર આપશે
- સુરત આગળ વધશે તો ગુજરાત આગળ વધશે
- ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે
- સુરત ગ્લોબલ સિટી બનવાની દિશામાં
- G-20 સમિટીમાં કોમ્યુનિકેશન માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો
- ડાયમંડ બુર્સમાં કોમ્યુનિકેશન માટે મદદ કરવા સરકાર તૈયાર છે
સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફ્તાર અને ભવિષ્યની દૂરંદેશી એનું નામ સુરત
— BJP Gujarat (@BJP4Gujarat) December 17, 2023
#વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement