(Source: ECI/ABP News/ABP Majha)
આજે પીએમ મોદી આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે વિડિયો કોંફરન્સથી કરશે વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે વિડિયો કોંફરન્સથી વાતચીત કરશે. કેંદ્ર સરકારના આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિડિયો કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે વિડિયો કોંફરન્સથી વાતચીત કરશે. કેંદ્ર સરકારના આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિડિયો કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ પણ જોડાશે. આ ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર પણ વિડિયો કોન્ફરન્સમા હાજર રહેશે.
CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે, જાણો કઇ મોટી જાહેરાત થઇ શકે છે?
સુરતઃ સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. મળતી જાણકારી અનુસાર, સુરત સર્કિટ હાઉસમાં બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરશે.
દરમિયાન વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારને લઈ કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. ઉમરગામથી અંબાજી બેલ્ટ પર આવેલા આદિવાસીઓ માટે સારા સમાચાર આવી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો આદિવાસી નેતાોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર તમામની નજર રહેલી છે.
ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ મોત, ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો
ખેડા: નડિયાદ તાલુકાના ચકલાસી એસ્સાર પેટ્રોલપંપ પાસે અક્સ્માત સર્જાયો છે. ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.