શોધખોળ કરો

Surat: 17 ડિસેમ્બરે PM મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન,આ રસ્તાઓ રાહદારીઓ માટે રહેશે બંધ

Surat News: આગામી 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Surat News: આગામી 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ પ્રસીદ્ધ કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સ તેમજ ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટનું ઉદ્ધાટન કરવા આવશે. આ કાર્યક્રમ સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો બીજી તરફ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાર્યક્રમ દરમ્યાન 3000 પોલીસ, 1800 હોમ ગાર્ડ અને 550 ટીઆરબીની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્બિંગ નાઈટ કરી અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમજ એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવનજરૂરીયાતના વાહનોને અગવડતા ના પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન પણ કરવામાં આવ્યું છે. 

કાર્યક્રમને લઈને આ રૂટને ડાયવર્ઝન અપાયું 

પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાં મુજબ સવારે 8 વાગ્યાથી ઓએનજીસી ઓવરબ્રીજ સર્કલથી ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા પર કાર્યક્રમ પૂર્ણ થાય સુધી પ્રતિબંધ રહેશે. ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસકે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર કાર્યક્રમ પૂર્ણ થાય સુધી પ્રતિબંધ રહેશે.

વૈકલ્પિક રૂટ 

[1] સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા,કડોદરા,કામરેજ,કીમ ચોકડીથી ડાબે ટન લઇ સાયણ,વેલંજા,સાયણ ચેક પોસ્ટ,ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે. 

[2] પલસાણા/સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાત્વલા બ્રીજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટન લઇ આશિષ હોટલ, ઉન ભેસ્તાન, દક્ષેશ્વર ત્રણ રસ્તા, ઉધના દરવાજાથી ડાબે ટન લઇ રીંગરોડ, અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટન લઇ પાલ પાટિયા, ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ અવર જવર કરી શકાશે.

[3] હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રીજ નીચેથી ડાબે ટન લઇ સાયણ ચેક પોસ્ટ,વેલંજા,સાયણ, કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget