Rahul Gandhi: રાહુલ ગાંધી કોર્ટમાં પહોંચ્યા, થોડીવારમાં આવી શકે છે ચુકાદો
Surat News: 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી.
Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. આજે ચુકાદાને લઈ 10 વાગ્યા બાદ વકીલો સિવાય કોઈને પણ કોર્ટમાં એન્ટ્રી નહી મળે. જેતી વકીલો, પક્ષકારોની પોલીસ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે.
શું છે મામલો
આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આ કેસનો આજે ચુકાદો આવી શકે છે.
#WATCH | Congress MP Rahul Gandhi reaches Delhi airport.
— ANI (@ANI) March 23, 2023
Rahul Gandhi to visit Surat today as Surat District Court is likely to pass an order in a criminal defamation case against him over his alleged 'Modi surname' remark. pic.twitter.com/aoaJwr0k4D
અમિત ચાવડાએ શું કહ્યું
માનહાનીના કેસમાં આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું, ન્યાય પાલિકા પર વિશ્વાસ છે,તરફેણમાં ચુકાદો આવશે. મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા, રાહુલ ગાંધી નવા અંગ્રેજો સામે લડી રહ્યા છે. ખોટા કેસ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં ઉમટ્યાં કોંગ્રેસના નેતાઓ
રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?