શોધખોળ કરો
Advertisement
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારથી સુરત અને નવસારીમાં વરસાદ શરૂ થયો છે.
સુરતઃ રાજ્ય પર મેઘરાજા આશરે છેલ્લા એક સપ્તાહથી મહેરબાન થયા છે અને સાર્વત્રિક વરસાદ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારથી સુરત અને નવસારીમાં વરસાદ શરૂ થયો છે.
વરસાદના કારણે સુરતની સિવિલ હોસ્પિટલ, મજૂરા ગેટ, ઉદ્યોગ નગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગણેશ વિસર્જન પહેલા સુરતમાં વરસાદથી ભક્તોમાં પણ આનંદ છવાઈ ગયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના બારડોલી, મહુવામાં પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.
વરસાદના કારણે નોકરી, ધંધા પર જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નવસારી શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના મંકડિયા, સ્ટેશન રોડ, જુના થાણા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. નવસારીમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં જલાલપોરમાં 17 મિમી, ગણદેવીમાં 01 મિમી, નવસારીમાં 16 મિમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારે વરસાદ, જાણો વિગત
હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ચોમાસુ ગુજરાતમાંથી લેશે વિદાય, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion