(Source: ECI/ABP News/ABP Majha)
Raj Kundra Case: શિલ્પા શેટ્ટીના પતિના પોર્નોગ્રાફી કેસમાં સુરતનો યુવક ઝડપાયો, સુરતમાં ગંદી ફિલ્મો બનાવીને કુંદ્રાને વેચતો હતો ને.......
તન્વીર હાશ્મી અશ્લીલ ફિલ્મ બનાવી રાજ કુંદરાને વેચતો હોવાને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તન્વીર હાશ્મીની પૂછપરછ કરી શકે છે. તન્વીર હાશ્મીના બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે.
સુરત : રાજ કુંદરા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. થોડા દિવસો આગાઉ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતથી એક યુવકની ધરપકડ કરી હતી. તન્વીર હાશ્મીની સુરતના ભાટપોર ખાતેથી ધરપકડ કરી હતી. તન્વીર હાશ્મી સુરતના વિવિધ વિસ્તારોમાં પોર્ન ફિલ્મ બનાવતો હતો.
તન્વીર હાશ્મી અશ્લીલ ફિલ્મ બનાવી રાજ કુંદરાને વેચતો હોવાને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તન્વીર હાશ્મીની પૂછપરછ કરી શકે છે. તન્વીર હાશ્મીના બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે. તન્વીર હાશ્મીના ઈન્ડિયન બેન્કના 2 એકાઉન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે.
Raj Kundra Case: ફરી વધી રાજ કુંદ્રાની મુસીબત, ક્રાઈમ બ્રાંચને મળ્યા ઉમેશ કામતના શૂટ કરેલ 70 વીડિયો
અશ્લીલ ફિલ્મના બનાવવાના આરોપમાં ધરપકડ થયેલ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. પોલીસની તપાસમાં નવા પુરાવ પોલીસને હાથ લાગ્યા છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોનો બિઝનેસ કરતા હતા. હાલમાં જ ક્રાઈમ બ્રાંચને અનેક પ્રોડક્શન હાઉસ પાસેથી 70 વીડિયો મળી આવ્યા છે જે રાજના પૂર્વ પીએ ઉમેશ કામતે શૂટ કર્યા હતા.
ફેરેન્સિકમાં મોકલાશે વીડિયો
હવે આ પુરાવાને ક્રાઈમ બ્રાંચ ટૂંકમાં જ સર્વરને ફોરેન્સિક વિશ્લેષણને એ જાણવા માટે મોકલશે કે શું રાજ કુંદ્રા (Raj Kundra) તેનો ઉપયોગ પોતાની યૂકે સ્થિત શેલ કંપની કિનિનને અશ્લીલ સામગ્રી અપલોડ કરવા માટે કર્યો હતો કે નહીં.
વોટ્સએપ ચેટ
આ વૉટ્સએપ ચેટ ઓક્ટોબર 2020ની છે. આ ચેટ્સથી જાણી શકાય છે કે એપ પર લાઇવ શૉ દ્વારા 1.85 લાખ રૂપિયા અને ફિલ્મોથી દરરોજના 4.53 લાખ રૂપિયાની કમાણી થઇ રહી હતી. તે સમય સુધી પૉર્ન કન્ટેન્ટ વાળી એપ હૉટશૉટ્સના 20 લાખ સબ્સક્રાઇબર થઇ ચૂક્યા હતા.
રાજ કુન્દ્રા આ ચેટમાં પ્રદીપ બશ્ખી સાથે આર્ટિસ્ટોને બાકીના પૈસા જલ્દી આપવાની વાત કરી રહ્યો છે. રાજ કુન્દ્રાએ બખ્શીને કહ્યું કે તેની એક લાઇવ કરવા વાળી આર્ટિસ્ટ પ્રિયા સેનગુપ્તાને પેમેન્ટ નથી મળ્યુ, અને તેને તરતજ આપવામાં આવે. 10 ઓક્ટોબરની ચેટથી એ વાતનો ખુલાસો થયો હતો કે કુલ 81 આર્ટિસ્ટે સમય પર પૈસા નહીં મળવાની ફરિયાદ કરી છે.