શોધખોળ કરો

SSC Result: સુરતના આ જૂડવા ભાઇઓનો કમાલ, ધોરણ-10માં મેળવ્યા એક સરખા માર્ક્સ

આવેલા આવેલા બૉર્ડ પરીક્ષાના પરિણામમાં સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બે જુડવા ભાઇઓએ કમાલ કર્યો છે

Surat: આજે રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયુ છે, આજે આવેલા પરિણામમાં કેટલાય ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, અને કેટલીય જગ્યાએ સામાન્ય વિદ્યાર્થીઓએ કમાલ કર્યો હોવાના સમાચાર છે, આ કડીમાં સુરતમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે, અહીં જુડવા ભાઇઓએ કમાલ કર્યો છે, બન્નેએ ધોરણ 10ની પરીક્ષામાં એકસરખા માર્ક્સ અને ટકાવારી હાંસલ કરી છે.  

માહિતી પ્રમાણે, આવેલા આવેલા બૉર્ડ પરીક્ષાના પરિણામમાં સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બે જુડવા ભાઇઓએ કમાલ કર્યો છે, રુદ્ર અને રુત્વના સભાળિયાએ કમાલ કર્યો છે, આ બન્નેની બોર્ડ ટકાવારી 95.3 ની આવી છે. આ બન્ને ભાઇઓ જુડવા છે અને અને અભ્યાસ પણ એકસાથે કરતાં હતા. રુદ્ર અને રુત્વના સભારીયાના માર્ક્સ પણ જુડવા છે એટલે કે બન્નેએ 573 માર્ક્સ અને 95.05 ટકાવારી ક્રમ મેળવ્યો છે. ખાસ વાત છે કે, બન્ને વિદ્યાર્થીઓ રુદ્ર અને રુત્વના અભ્યાસ દરમિયાન જ્યારે અને જ્યાં પણ જરૂર પડે તે સમયે બન્ને એકબીજાને મદદ કરતાં હતા. આ જુડવા વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10 સુધી પણ એકસરખા જ માર્ક્સ મેળવીને પાસ થયા છે. હવે બન્ને રુદ્ર અને રુત્વના આગળના અભ્યાસ માટે કૉમ્પ્યુટર એન્જિનીયરિંગનો અભ્યાસ કરશે. આજે આવેલા પરિણામ બાદ સુરતની ભક્તિનદન ઇન્ટરનેશન સ્કૂલમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે, વિદ્યાર્થીઓ ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. 

Board Result: રાજકોટમાં આ ખેડૂત પુત્રએ મેદાન માર્યુ, ધોરણ 10માં મેળવ્યા 99.99 પર્સન્ટેજ

Board Result: આજે એસએસબી બૉર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ચૂક્યુ છે. ગુજરાત સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડ - SSCએ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધુ છે. આજે આ પરિણામ વિદ્યાર્થીઓ ઓનલાઇન ચેક કરી શકે છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ GSEB.ORG પરથી પરિણામ જોઇ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વૉટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp નંબર - 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. આ બધાની વચ્ચે રાજકોટના પરિણામમાં એક ખેડૂત પુત્રએ મેદાન માર્યુ છે. જાણો વિગતે....   

માહિતી પ્રમાણે, આજે આવેલા ગુજરાત એસએસસી બોર્ડના પરિણામમાં રાજકોટના ખેડૂત પુત્રએ ધોરણ 10માં 99.99 પર્સન્ટેજ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. રાજકોટમાં ગામી રુદ્ર જીતેન્દ્રભાઈ નામના વિદ્યાર્થીએ 99.99 PR પર્સન્ટેજ મેળવ્યા છે, આ વિદ્યાર્થી મૂળ તલાલા ગીરનો રહેવાસી છે, અને તેના પિતા એક ખેડૂત છે. જોકે, રુદ્ર ગામી રાજકોટમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે.

SSC Result: ધોરણ 10ના પરિણામમાં રાજ્યમાં કયુ સેન્ટર રહ્યું ટૉપ પર, કેટલા ટકા આવ્યુ રિઝલ્ટ ? જાણો

આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યુ છે, પરિક્ષામાં કુલ 741411 રેગ્યુલર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યુ છે, જ્યારે સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યુ છે. 

આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા સાથે ટૉપ પર રહ્યો છે, સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા રહ્યું છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળાઓ રાજ્યમાં કુલ 1084 નોંધાઇ છે. આ પરિણામ સાથે જ ગુજરાતી વિષયમાં 16 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ વખતે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આમાથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે, તેઓનું પરિણામ 13.09 ટકા આવેલુ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget