Scandal: સુરતમાં નકલી RC બનાવીને બાઇકો વેચવાનું કૌભાંડ ઝડપાયુ, 6 પકડાયા પણ મુખ્ય સુત્રધાર એજન્ટ ફરાર
સુરતમાંથી નકલી RC બનાવી આપવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યુ છે. શહેરમાં જ્યારે ઉતરાણ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી
Scandal: સુરત શહેરમાંથી વધુ એક ગુનાખોરીનું મોટું નેટવર્કનો પર્દાફાસ થયો છે. આ પર્દાફાશ ખુદ પોલીસે કર્યો છે. શહેરમાં નકલી RC બુક બનાવી આપીને બાઇકો વેચવાનારી ટોળકીને ઉતરાણ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી. પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી નકલી RC બનાવી આપવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યુ છે. શહેરમાં જ્યારે ઉતરાણ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી, તે દરમિયાન પોલીસે નકલી RC બુક બનાવી આપીને બાઇકો વેચવાનું કૌભાંડ ધ્યાને આવ્યુ હતુ, પોલીસે તાત્કાલિક એક્શન લેતા આ સમગ્ર મામલામાં એક સગીર સહિત કુલ છ લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, આ તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી ડીવીડી સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જોકે, ઉતરાણ પોલીસે આ કેસ અંગે સઘન તપાસ શરૂ કરી ત્યારે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને નકલી RC બુક બનાવી આપનાર એજન્ટ હિતેશ ખુદસકર ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રાંદેરમાં મારામારીમાં હત્યા, યુવકને માથામાં લાકડાના ફટકા મારી ઉતાર્યો મોતને ઘાટ
સુરતના રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. શહેરના તાડવાડી વેલકમ ટાવર પાસે અજાણ્યા ઈસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં ભુરિયા માલાભાઈ નટ નામના વ્યક્તિને લાકડાના ફટકા વડે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન ભુરિયાભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનામં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના રાંદેરના તાડવાડી વિસ્તારમાં ભુરિયા માલાભાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અંદરોઅંદરની મારામારીમાં આ હત્યાની ઘટના બની હોવાની સામે આવ્યુ છે. આ અંગે જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર હત્યાને લઈને રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.