શોધખોળ કરો

Surat : વધતા કોરોના કેસો વચ્ચે સ્કૂલો શરૂ, આરોગ્ય વિભાગની ચિંતા વધી

વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી.

સુરતઃ વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી.  મનપા દ્વારા શહેરના દરેક ઝોનમાં રેન્ડમલી શાળાઓમાં રસીકરણ અને ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ થશે. બીમાર બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને તંત્રની અપીલ. 12 થી 14 વર્ષના બાળકો ને સંપૂર્ણ વેક્સીનેટેડ કરવા પર મનપાનો ભાર.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 111 કેસ નોંધાયા છે. આ સાથે જ  57 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,14,586 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 832 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 832 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,586 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી  10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  

અમદાવાદ કોર્પોરેશનમાં 57, વડોદરા કોર્પોરેશન 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 6, ગાંધીનગર 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 2,  રાજકોટમાં 2, સુરતમાં 2 કેસ નોંધાયા હતા. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 1885 નવા કેસ

મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના 1,885 નવા કેસ નોંધાયા બાદ, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 79,12,462 થઈ ગઈ છે. વધુ એક દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 1,47,871 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં, સોમવારે દૈનિક કેસોની સંખ્યામાં રવિવારની સરખામણીમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે રાજ્યમાં 2,946 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને બે લોકોના મોત થયા હતા.

મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટ BA.4 ના ત્રણ અને ઓમિક્રોન  વેરિઅન્ટ BA.5 નો  એક કેસ નોંધવામાં આવ્યો છે અને આ તમામ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે. BA.4 અને BA.5 એ કોરોના વાયરસના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના  પેટા પ્રકારો છે. ઓમિક્રોન દેશમાં વૈશ્વિક રોગચાળાની ત્રીજી લહેરનું કારણ બન્યું હતું.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરીના રિપોર્ટમાં મહાનગરમાં ત્રણ દર્દીઓમાં BA.4 પેટા પ્રકાર અને એક દર્દીમાં BA.5 હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે આ ચાર દર્દીઓમાંથી બે છોકરીઓ અને બે પુરૂષો છે. છોકરીઓની ઉંમર 11 વર્ષ અને પુરુષોની ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે છે. વિભાગે જણાવ્યું હતું કે, "તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે."

મહારાષ્ટ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે 17,480 છે, જેમાંથી મુંબઈમાં સૌથી વધુ 11,331 દર્દીઓ છે અને થાણે જિલ્લામાં 3,233 દર્દીઓ છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 774 લોકોના સંક્રમણમાંથી સાજા થયા બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 77,47,111 થઈ ગઈ છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.91 ટકા અને મૃત્યુ દર 1.86 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાયગઢ જિલ્લામાં ચેપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા
Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Embed widget