શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ ઓવરટેક કરવાના ચક્કરમાં ટ્રકે ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી માર્યા, 15ના મોત
આ અકસ્માતમાં છ માસની બાળકીનો ચમતકારીક બચાવ થયો છે. જો કે તેના માતા-પિતાનું મોત થયુ છે.
સુરતના કીમ-માંડવી રોડ પર બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા શ્રમજીવીઓને કચડી નાખ્યા છે. ઘટના રાતના 12 વાગ્યાની આસપાસની છે. અહીં પાલોદ ગામની સીમમાં હાઈવે પર પૂરપાટે આવી રહેલ ટ્રક ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી દીધી હતી.
ટક્કરને કારણે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેના કારણે ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ પર ટ્રક ચડાવી દીધી હતી. આ ઘટાનામાં 15 શ્રમજીવીઓના મોત થયા છે. જ્યારે પાંચ લોકોની હાલત ગંભીર છે. તમામ ગંભીર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
CM Shri @vijayrupanibjp expressed grief over the death of innocent labourers sleeping on footpath who have been run over by a truck in Surat and announced ex-gratia of Rs.2 lakh each from the State Govt to the next of kin of those who have lost their lives. pic.twitter.com/aRf9ZzJuwQ
— CMO Gujarat (@CMOGuj) January 19, 2021
આ અકસ્માતમાં છ માસની બાળકીનો ચમતકારીક બચાવ થયો છે. જો કે તેના માતા-પિતાનું મોત થયુ છે. મૃતકો મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની છે. તમામ લોકો મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.
— PMO India (@PMOIndia) January 19, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion