શોધખોળ કરો

Surat: સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો હતો

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો હતો. શહેરના પાંડેસરામાં તાવથી એક યુવકનું મોત થયું હતું. આ સાથે અત્યાર સુધીમાં સુરતમાં રોગચાળાથી 21 લોકોના મોત થયા હતા. સુરત નવી સિવિલમાં તાવ અને ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો નોંધાયો હતો. નાના બાળકો પર રોગચાળાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે

સુરતમાં છેલ્લા ઘણા સમયથી પાણી અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે.  ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રોગચાળાના કારણે 21 લોકોના મોત થયા છે. જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં પણ ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જૂલાઈ મહિનામાં જ ટાઈફોઈડના 415 કેસ, કમળાના166 કેસ, કોલેરા 6 કેસ નોંધાયા હતા. જ્યારે 174 ડેંગ્યુ સાદા, મલેરિયાના 81 , ચિકનગુનિયા 9 કેસ નોંધાયા  હતા. જ્યારે ઝાડા-ઉલ્ટીના જુલાઈ મહિનામાં 1139 કેસ નોંધાયા હતા. મચ્છરનું બ્રિડિંગ મળેલા એકમો પાસેથી 75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડો થયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.

આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે

અમદાવાદના સરખેજ સાણંદ રોડ ઉપર આવેલ માર્ગ ઉપર ઔડાના કારણે અનેક રહીશો ત્રસ્ત છે.ગોકુલધામ ટાઉનશીપ વિકાસ મંડળ અંતર્ગત આવતી અલગ અલગ દસથી વધુ સોસાયટીના કુલ 5000 જેટલા રહીશો છેલ્લા 15 દિવસથી મચ્છરના ઉપદ્રવના કારણે ભારે પરેશાન હોવાથી શનિવારે શ્રમદાન દ્વારા લોક કરી દેવામાં આવેલી ડ્રેનેજ લાઈન ખોલી નાખવાની કામગીરી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યોનો આક્ષેપ છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડરાવી ધમકાવીને ડ્રેનેજની લાઈનમાં પ્લાસ્ટર ઓફ પેરિસ ભરી દેવાતા ડ્રેનેજનું પાણી સોસાયટીઓમાં બેક મારી રહ્યું છે અને રસ્તા ઉપર વહી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Embed widget