શોધખોળ કરો
Advertisement
Surat: 15 વર્ષની છોકરીને ચાર પ્રેમી સાથે બંધાયા શારીરિક સંબંધ, શરીર સુખ માણવાના કારણે થઈ પ્રેગનન્ટ, બાળક કોનું એ મુદ્દે મૂંઝવણ...
સુરતના કતારગામની 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. છોકરીની માતા 2009માં પિતાથી અલગ થતાં છોકરી થોડો સમય માતા સાથે તો થોડો સમય પિતા સાથે રહે છે.
સુરતઃ સુરતમાં એક વિચિત્ર કિસ્સામાં કતારગામની ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીને ચાર પ્રેમી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં પોલીસે સગીરા પર બળાત્કારના કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસ ચોથા પ્રેમીની શોધખોળ કરી રહી છે અને તેને ઝડપ્યા પછી સગીરાના પેટમાં કોનું બાળક છે તે નક્કી કરવા ડીએનએ ટેસ્ટ કરાશે. જો કે સગીરાનું શારીરિક શોષણ કરવા બદલ ચારેય પ્રેમી સામે કેસ નોંધાશે.
સુરતના કતારગામની 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. છોકરીની માતા 2009માં પિતાથી અલગ થતાં છોકરી થોડો સમય માતા સાથે તો થોડો સમય પિતા સાથે રહે છે. 31 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ લઈ જવાતાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું.
પરિવારજનોએ પૂછતાં કિશોરીએ જણાવેલી વિગતો પ્રમાણે સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ વિજયભાઈ કડિયા નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. તેની સાથે અવારનવાર વાતચીત થતી અને એક દિવસ યશ તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. મિત્રના ઘરે તેણે છોકરી સાથે શરીર સુખ માણ્યું હતું. છોકરીએ કોઈને આ ગે જાણ ન કરી હતી પણ ગર્ભવતી થતાં ભાંડો ફૂટી ગયો હતો.
છોકરીએ જણાવેલી વિગતોના આધારે પોલીસે યશ સામે પોક્સો, બળાત્કાર અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. છોકરી નાની હોવાથી કતારગામ પોલીસે પરિવારને સાથે રાખી સગીરાનું કાઉન્સેલિંગ કરતાં તેણે ધીરજ નામના યુવક સાથે પણ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું કહેતાં પોલીસે ધીરજ ચૌહાણની ધરપકડ કરી છે.
સગીરાએ એ પછી બીજા બે યુવકો સાથે તેને શારીરિક સંબંધ બંધાયા હોવાનું જણાવીને વધુ બે યુવકોનાં નામ આપતાં પોલીસ ચોંકી ઊઠી હતી. આ પૈકી અજય નગરાળેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે.
સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ જાણવા પોલીસે તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેવાની તૈયારી કરી રહી છે. ડીએનએ પરીક્ષણમાં સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ સ્પષ્ટ થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement