શોધખોળ કરો

Surat : આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઈ દુષ્કર્મ આચર્યું, માસૂમને ઇંટ મારી હત્યા કરી, ફાંસીની સજાની માંગ

હજીરામાં બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને આગામી 29મી ડિસેમ્બરે સજાનું એલાન કરશે. સરકારી વકીલ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે.

સુરત : હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે. હવે કોર્ટ આરોપી સુજીત સાકેતને આગામી 29મી ડિસેમ્બરે સજાનું એલાન કરશે. આ કેસમાં બચાવ અને સરકારી પક્ષના વકીલની દલીલ પૂર્ણ થઈ ગઈ છે.

સરકારી વકીલે વિવિધ સજાના દ્રષ્ટાંત રજૂ કર્યા. આરોપી સુજીતે અશ્લીલ ફિલ્મ જોઈ. એનિમલ અશ્લી ફિલ્મ જોતો હતો. આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઈ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી અન્ય માસૂમ સાથે પણ દુષ્કર્મની કોશિશ કરી. આરોપીએ માસૂમને ઇંટ મારી હત્યા કરી. માસૂમની ડેડબોડી ઘસડી લઈ જઈ રૂમમાં સંતાડી. સરકારી વકીલે દલીલમાં જણાવ્યું દુષ્કર્મનો ભોગ બનનાર માસૂમના દાદા આર્મીમેન છે. આર્મીમેન દેશની સેવા કરે છે. ત્યાં આરોપીએ આર્મીમેનની પૌત્રીની રક્ષા ન કરી દુષ્કર્મ આચર્યું.

સરકારી વકીલે ફાંસીની માંગ કરી. આરોપી દયાને લાયક નથી. જો આરોપીને જેલ થાય તો જેલમાં અન્ય કેદીઓની પણ રક્ષા નો વિચાર કરવો જોઈએ. આરોપીએ માસૂમનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. મોત ને ભેટેલ માસુમ આર્મીમેનની પૌત્રી છે. ભવિષ્યમાં માસૂમે દેશ સેવા પણ કરી હોત. માસૂમના પરિવારને યોગ્ય વળતર મળે તેવી સરકારી વકીલે માંગ કરી.

આરોપી સુજીત સાકેત(ઉંમર વર્ષ - 27) મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. ગત 30 એપ્રિલે આ ઘટના બની હતી. 5 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી. બાળકીને ચીકલેટ આપવાના બહાને લઈ ગયો હતો.  અલગ અલગ 26 સાક્ષીઓની તાપસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા છે.

આરોપી સુજીત સાકેતને સુરત કોર્ટે કસૂરવાર ઠેરવતા હવે સરકારી અને બચાવપક્ષ વકીલ ની દલીલો શરૂ થઈ હતી.  બચાવપક્ષે આરોપીને ઓછી સજા થાય તે માટે દલીલ કરી હતી. સરકારી વકિલની દલીલ બપોર બાદ થશે. ફાંસીની સજાની માંગ સરકારી વકીલ કરી હતી.

અગાઉ, પાંડેસરા પ્રેમનગર 10 વર્ષીય માસૂમ દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપી દિનેશ બૈસાનેને ફાંસીની સજા ફટકારી હતી. આરોપીને સુરત કોર્ટે સજા સંભળાવી હતી. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. બાળકીને વડાપાઉંની લાલચ આપી નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.

અગાઉ, સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરી હતી. દિવાળીની રાત્રે  બદકામ કરવાના ઈરાદે  અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.

સોમવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળાને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોર બાળાને  પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો. તેની સાથે બળાત્કાર કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.

સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે,  ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ  રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ તે માટે સરકારી વકીલે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો હતો.

સરકારપક્ષે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં સજાના આવેલા સુધારા, આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે ધ્યાને લઈને ફાંસીની સજા કરવી જોઈએ. આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : AAPના વળતા પાણી ? । abp AsmitaHun To Bolish : એપ્રિલમાં અગનવર્ષા । abp AsmitaGujarat Weather Update | રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીLok Sabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
ભાડા કરાર વિના ફ્લેટ કે મકાન ભાડે આપવાથી થઈ શકે છે આ નુકસાન?
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
PBKS vs MI: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું, આશુતોષની લડાયક ઈનિંગ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Pushpa 2: રિલીઝ પહેલા જ પુષ્પા 2 પર થયો રુપિયાનો વરસાદ, આ ઓટીટી કંપનીએ કરોડો રુપિયા આપીને ખરીદ્યા રાઈટ્સ
Pushpa 2: રિલીઝ પહેલા જ પુષ્પા 2 પર થયો રુપિયાનો વરસાદ, આ ઓટીટી કંપનીએ કરોડો રુપિયા આપીને ખરીદ્યા રાઈટ્સ
Embed widget