Morbi Accident : મોરબીમાં ટ્રેલરની ટક્કરે વૃદ્ધનું મોત, સામે આવ્યા સીસીટીવી
Morbi Accident : મોરબીમાં ટ્રેલરની ટક્કરે વૃદ્ધનું મોત, સામે આવ્યા સીસીટીવી
મોરબીના બાયપાસ રોડ અકસ્માતમાં વૃદ્ધનું મોત. ઓવર બ્રિજ નજીક ચાલીને જતા વૃદ્ધને કન્ટેનર ટ્રેલર ના ચાલકે હડફેટે લેતા મોત. અકસ્માતમાં જીવાપર(ચકમપર) રહેતા 68 વર્ષીય જસમતભાઈ કેશવજીભાઈ કાલરિયાનું મોત. વાહન ચાલક અકસ્માત સર્જી આગળ જતા કન્ટેનર મૂકી ફરાર થયો. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી . ઘટના સીસીટીવી સામે આવ્યા.
આ અંગેની વિગતો એવી છે કે, મોરબી બાયપાસ પર પૂરપાટ આવતાં ટેન્કરે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં જીવાપરના જસમતભાઈ કાલરિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટેન્કર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.




















