PM Modi Birthday: PM મોદીને કેટલી મળે છે સેલેરી, જાણો કુલ કેટલી છે તેમની સંપત્તિ?
PM Modi Salary and Property: એક સાધારણ પરિવારથી દેશના સર્વોચ્ચ રાજકીય પદ સુધીની તેમની સફર પ્રેરણાદાયક રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના પગાર અને સંપત્તિ વિશે જણાવી રહ્યા છીએ.

PM Modi Salary and Property: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય રાજકારણના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય નેતા માનવામાં આવે છે. આજે 17 સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સાધારણ પરિવારથી દેશના સર્વોચ્ચ રાજકીય પદ સુધીની તેમની સફર પ્રેરણાદાયક રહી છે. પીએમ મોદીની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. લોકો ઘણીવાર તેમના વિશે અને તેમની સાથે જોડાયેલી અજાણી વાર્તાઓ જાણવા માટે ઉત્સુક હોય છે. તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના પગાર અને સંપત્તિ વિશે જણાવી રહ્યા છીએ.
પીએમ મોદીને કેટલો પગાર મળે છે?
વડાપ્રધાન પદ રહેતા નરેન્દ્ર મોદીને દર મહિને લગભગ 1.66 લાખ રૂપિયા પગાર મળે છે. આમાં સંસદીય ભથ્થું, ખર્ચ ભથ્થું, દૈનિક ભથ્થું અને બેસિક પગારનો સમાવેશ થાય છે. આ હેઠળ તેમને સંસદીય ભથ્થું તરીકે 45,000 રૂપિયા, ખર્ચ ભથ્થા તરીકે 3,000 રૂપિયા, દૈનિક ભથ્થા તરીકે 2,000 રૂપિયા અને બેસિક સેલેરી તરીકે 50,000 રૂપિયા મળે છે. જોકે, પીએમ મોદીને સીધા પગાર તરીકે ફક્ત 50,000 રૂપિયા મળે છે. પરંતુ, તેમણે નક્કી કર્યું છે કે તેઓ તેમના સમગ્ર પગારનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે નહીં કરે. તેના બદલે નરેન્દ્ર મોદી તેમનો પગાર પીએમ રિલિફ ફંડમાં દાન કરી દે છે. તેનો હેતુ દેશના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો છે.
છેલ્લા 18 વર્ષમાં પીએમ મોદીની સંપત્તિમાં કેટલો વધારો થયો છે
છેલ્લા 18 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિમાં ખૂબ જ મર્યાદિત વધારો થયો છે. વર્ષ 2007માં તેમની કુલ સંપત્તિ 42.56 લાખ રૂપિયા હતી. વર્ષ 2012માં તે વધીને 1.33 કરોડ રૂપિયા થઈ ગઈ. વર્ષ 2014માં સંપત્તિ 1.26 કરોડ રૂપિયા હતી. વર્ષ 2017માં તેમની કુલ સંપત્તિ 2.00 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. વર્ષ 2024માં તેમની સંપત્તિ વધીને 3.02 કરોડ રૂપિયા થઈ ગઈ.
પીએમ મોદી પાસે કેટલી રોકડ છે?
પીએમ મોદી પાસે કુલ રોકડ રકમ માત્ર 52,920 રૂપિયા છે. આ સિવાય તેમની પાસે જમીન કે ઘર જેવી કોઈ મિલકત નથી. ઉપરાંત, તેમની પાસે કોઈ લોન કે જવાબદારી બાકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકવેરા રિટર્નમાં તેમની આવક વિશે આ રીતે માહિતી આપી છે.
વર્ષ 2018-2019માં તેમની આવક 11.14 લાખ રૂપિયા હતી.
વર્ષ 2019-2020માં આવક વધીને 17.20 લાખ રૂપિયા થઈ ગઈ.
વર્ષ 2020-2021માં આવક 17.07 લાખ રૂપિયા નોંધાઈ હતી.
વર્ષ 2021-2022માં આવક ઘટીને 15.41 લાખ રૂપિયા થઈ ગઈ.
વર્ષ 2022-2023માં આવક ફરી વધીને 23.56 લાખ રૂપિયા થઈ ગઈ.
વર્ષ 2020માં પીએમ મોદી પાસે મિલકત તરીકે બીજું શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ 52,920 રૂપિયા રોકડા છે. આ ઉપરાંત SBIમાં તેમની ફિક્સ ડિપોઝિટ અને તેના પરનું વ્યાજ લગભગ 2.85 કરોડ રૂપિયા છે. SBIમાં તેમની વધારાની ડિપોઝિટ 80,304 રૂપિયા છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં વ્યાજ સહિત તેમની ડિપોઝિટ રકમ 9.12 લાખ રૂપિયા છે. તેમના ઘરેણાંમાં સોનાની વીંટીની કિંમત 2.67 લાખ રૂપિયા છે. આ ઉપરાંત, અન્ય સંપત્તિમાં ક્લેમ અને વ્યાજનું મૂલ્ય 3.33 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.





















