શોધખોળ કરો

Surat: ભાજપના કાર્યકરે 17 વર્ષની છોકરી સાથે શરીરસુખ માણ્યું, અશ્લીલ વીડિયો ઉતાર્યો ને પછી શું કર્યું ? 

આરોપી વિશાલ ઉર્ફે ભુષણ પાટીલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અગાઉ કિશોરી સાથે છેડતીના ગુનામાં જેલમાં હતો. જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

સુરતઃ ભાજપના  કાર્યકરે 17 વર્ષીય છોકરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ પડાવ્યા હતા. આમ છતાં પણ તેની પજવણી ચાલું રહેતી સગીરાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ભાજપ કાર્યકર્તા સામે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઇ છે. 

આરોપી વિશાલ ઉર્ફે ભુષણ પાટીલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અગાઉ કિશોરી સાથે છેડતીના ગુનામાં જેલમાં હતો. જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ઉધના પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, વિશાલે ઉધનાની ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ બંને ફરવા જતા હતા ત્યારે તેણે સગીરાની અશ્લીલ તસવીરો પાડી લીધી હતી. આ પછી તો વિશાલ તેને બ્લેકમેલ કરીને વારંવાર શરીરસુખ માણવા લાગ્યો હતો.

જોકે, વિશાલથી કંટાળેલી સગીરાએ પરિવારને વાત કરતાં ઘરના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારના સભ્યો વિશાલને આ અંગે  સમજાવવા જતાં તેમને જાતિ વિષયક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. તેમજ તેમને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. બીજી તરફ વિશાલથી ડરીને સગીરાએ તેને 20 હજાર રૂપિયા આપ્યા હતા. આ પછી પણ વિશાલે હેરાનગતિ ચાલું રાખતા અંતે કંટાળેલી સગીરાએ પોલીસનો સહારો લીધો છે. 

Surat : યુવકે પ્રેમિકા સાથે ભાગી જવા માટે ભર્યું એવું પગલું કે વાંચીને ચોંકી જશો

સુરતઃ પુણાના 19 વર્ષીય કશ્યપને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતાં. આ અંગે યુવક-યુવતીએ પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. જોકે, બંનેના પરિવારે લગ્ન કરાવવાનો ઇનકાર કરી દેતા ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, આ માટે કારની જરૂર હોવાથી તેણે કારની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ તેની પ્રેમિકાને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ગત બુધવારે વેસુમાં કાપડ વેપારી મનોજ જૈનના વૃદ્ધ પિતા કપુરચંદને એરગન બતાવીને તેમને કારમાંથી ફેંકી દઇ પુણાના 19 વર્ષીય કશ્યપભેસાણિયા કારની લૂંટ ચલાવી હતી. જેથી મનોજ જૈને તાત્કાલિક પોલીસને જાણ કરતી હતી. 

બીજી તરફ કારની ચોરી કરીને યુવક પ્રેમિકા સાથે નવસારી તરફ જઈ રહ્યો હતો. જોકે, પોલીસ દ્વારા અગાઉથી વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન કશ્યપ કાર સાથે નવસારી ટોલનાકા પર પહોંચ્યો હતો. અહીં સ્ટાફે સિસ્ટમ ચાલું ન હોવાનું કહીને કાર ઉભી રખાવી હતી તેમજ નવસારી પોલીસને જાણ કરી દેતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે, કશ્યપ 10 દિવસ પહેલા પ્રેમિકા સાથે ઘરેથી ભાગી ગયો હતો અને આગમ આર્કેડમાં આવેલી કુમકુમ હોટેલમાં રોકાયો હતો. હોટલામાં રોકાયા બાદ અન્ય શહેરમાં જવા ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતું. નાસ્તો લેવા હોટલની બહાર આવ્યો ત્યારે વૃધ્ધને એકલા જોઇ કાર લૂંટી લીધી હતી. એરગન ઓનલાઇન મંગાવી હતી તે પણ ઘરેથી સાથે લઇ આવ્યો હતો, જે વૃદ્ધને બતાવીને ધક્કો મારી કાર લઈ ભાગી છૂટ્યો હતો. આ પછી હોટલથી પ્રેમિકા સાથે કારમાં કાનપુર જવા નીખલ્યો હતો. કશ્યપ ઘરેથી જે 2.36 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. જોકે, પ્રેમિકા સાથે ભાગવામાં સફળ થાય તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠુંDr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Embed widget