Surat: બેંક લોન નહીં ભરવા મૃત જાહેર કરનારો બિઝનેસમેન બારમાં રોજ બીયર પીવા આવતો તેમાં ઝડપાયો, જાણો ચોંકાવનારો કિસ્સો
પોતાની આ કરતુતમાં તેના પુત્ર અને વકીલે પણ સાથ આપીને હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખી હતી.
સુરતઃ લોકો લોન લઈને ન ભરવા માટે અનેક તરકીબો અજમાવતા હોય છે પરંતુ સુરતમાં એક વ્યક્તિએ પોતાની લોન ન ભરવી પડે તેના માટે જે કર્યં છે તે જાણીને તમે પણ ચોંકી જશો. કમલેશ ચંદવાની નામની વ્યક્તિએ બેંકની લોન ન ભરવી પડે તે માટે ખુદને જ મૃત જાહેર કરી દીધો છે.
મળતી માહિતી મુજબ કમલેશ યયકીશન ચંદવાને એ ખુદ જીવતો હોવા છતાં ખુદને મૃત જાહેર કર્યો હતો. તેણે આ જાહેરાત બેન્ની લોન ન ભરવા અને મર્યા પછી વીમો પકવવા માટે કરી હતી. આ માટે મૃત જાહેર કરવા માટે પુરાવા પણ એકત્રિત કર્યા હતા. તેણે મોતનું ડોક્ટરનું સર્ટીફિકેટ, સ્મશાન અને મનપાનો મરણો દાખલો પણ બનાવ્યો હતો.
પોતાની આ કરતુતમાં તેના પુત્ર અને વકીલે પણ સાથ આપીને હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખી હતી. આ માટે પુત્ર વરુણે સિદ્ધિ ક્લિનિક નામનથી ડોક્ટર સેગ પટેલનું ખોટું લેટર પેડ બનાવડાવ્યું હતું. લેટર પેડના આધારે તેણે મરણનો દાખલો બનાવડાવ્યો. સાથે જ સ્મનશામાં તેણે અન્યની બોડી બતાવીને સ્મશાનનો દાખલો પણ મેળવી લીધો હતો.
જોકે આ મામલે ફરિયાદ સંજય ખેરાડીએ સમગ્ર ભાંડો ફોડી નાખ્યો છે. સંજયે પોલીસને માહિતી આપી કે કમલેશ નંદવાની પુનામાં રહે છે અને રોજ બિયરબારમાં બિયર પીવા આવે છે. બાદમાં પોલીસે બાતમીના આધારે કમલેશની અટકાયત કરી અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આમ સલાબતપુરા પોલીસે મૃત જાહેર થયેલ વ્યક્તિને જ જીવતો શોધી કાઢ્યો છે.
રસી લેવાથી એલર્જીક રીએક્શન આવતું હોય એવી વ્યક્તિ રસી લઈ શકે ? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?