![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રસી લેવાથી એલર્જીક રીએક્શન આવતું હોય એવી વ્યક્તિ રસી લઈ શકે ? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?
કોરોના રસી મામલે વિશ્વાસપાત્ર સૂચના માટે https://www.mygov.in/ પર જવું.
![રસી લેવાથી એલર્જીક રીએક્શન આવતું હોય એવી વ્યક્તિ રસી લઈ શકે ? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ? Can a person who has an allergic reaction to the vaccine get the vaccine? What did the Modi government do? રસી લેવાથી એલર્જીક રીએક્શન આવતું હોય એવી વ્યક્તિ રસી લઈ શકે ? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/fc661f83f7fa846e2320c195c84609df_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો કોઈને રસથી તાત્કાલિક અથવા થોડા સમય પછી એલર્જીની ફરિયાદ હોય અથવા ઇન્જેક્શન લીધા બાદ કોઈપણ પ્રકારનું રિએક્શન આવતું હોય તો તે પણ કોરોના રસી લઈ શકે છે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય ને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધા છે અને ફેક ગણાવ્યા છે. સરકારે લોકોને અપીલ કરી છે કે આવી વાતોના મામલે માત્ર વિશ્વાસપાત્ર સૂચનાઓ પર જ વિશ્વાસ કરવો.
ભારત સરાકરના માઈગવઇન્ડિયા ટ્વીટર હેન્ડલથી કહ્યું છે કે, ‘કોઈને જો રસી લીધા બાદ તરત જ અથવા થોડા સમય પછી એલર્જીની ફરિયાદ હોય અથવા ઇન્જેક્શન લેવા પર આ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તે રસી લઈ શકે છે, એવા દાવાનો અહેવાલ ખોટો છે. આ ખોટી જાણકારીમાં પડવું નહીં. કોરોના રસી મામલે વિશ્વાસપાત્ર સૂચના માટે https://www.mygov.in/ પર જવું.
News claiming that anyone with an immediate or delayed allergic reaction to vaccines or injectable therapies can be vaccinated is FAKE! Don’t fall prey to such misinformation! For such authentic information on #COVIDVaccination, visit: https://t.co/t8yHLhHqZa #MyGovMythBusters pic.twitter.com/SGaKsKi1M4
— MyGovIndia (@mygovindia) March 19, 2021
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ‘કોઈને જો રસી લીધા બાદ તરત જ અથવા થોડા સમય પછી એલર્જીની ફરિયાદ હોય અથવા ઇન્જેક્શન લેવા પર આ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો તે રસી લઈ શકે છે, એવા દાવાનો અહેવાલ ખોટો છે. જો ઉપરોક્ત કોઈપણ પ્રકારનું રીએક્શન આવતું હોય તો તેણે કોરોનાની રસી લેવી ન જોઈએ.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)