Surat: યુપીના યુવાને વિધવા યુવતીના ઘરે આવીને માણ્યું શરીર સુખ, દિલ્હી-અમદાવાદ લઈ જઈને બાંધ્યા શરીર સંબંધ ને પછી...........
દોઢ વર્ષ પહેલા મેરેજ બ્યુરોના માધ્યમથી યુપીનો યુવક વિધવા સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો. યુવકે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા મામલો રાંદેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
![Surat: યુપીના યુવાને વિધવા યુવતીના ઘરે આવીને માણ્યું શરીર સુખ, દિલ્હી-અમદાવાદ લઈ જઈને બાંધ્યા શરીર સંબંધ ને પછી........... Surat : A widow police complaint against lover after fraud and marriage with other girl Surat: યુપીના યુવાને વિધવા યુવતીના ઘરે આવીને માણ્યું શરીર સુખ, દિલ્હી-અમદાવાદ લઈ જઈને બાંધ્યા શરીર સંબંધ ને પછી...........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/26093051/2-husband-kill-wife-and-her-lover-in-rajkot.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરમાં મેરેજ બ્યુરોના માધ્યમથી પરિચયમાં આવેલા યુપીના યુવકે વિધવાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિધવાના માથામાં સિંદુર પુરી લગ્ન થઈ ગયા હોવાનું જણાવીને યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, યુવકે બીજે લગ્ન કરી લેતા મામલો સામે આવ્યો છે. યુવકે વિધવાના પુત્રને વોટ્સએપ પર મેસેજ કરીને ધમકી પણ આપી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, દોઢ વર્ષ પહેલા મેરેજ બ્યુરોના માધ્યમથી યુપીનો યુવક જહાંગીરાબાદની વિધવા સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો. યુવકે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધી તેને છોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા મામલો રાંદેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવકે ધમકી આપી હતી કે, તુને મેરે ખિલાફ પોલીસ કમ્પલેઇન કીયા તો તેરે કો ઔર તેરે લડકે કો જાન સૈ માર દુગાં ઔર બદનામ કર દુગાં, 41 વર્ષીય વિધવા ઓનલાઇન ફૂડ કંપનીમાં નોકરી કરે છે.
યુપીનો હર્ષવર્ધન ઉર્ફે મુકેશ આત્માપ્રકાશ વર્મા શરૂઆતમાં વિધવા સાથે વોટ્સએપ અને વિડીયો કોલથી વાત કરતો હતો. પછી બન્ને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. આરોપીએ વિધવાને તેના ઘરે સુરત આવવાની વાત કરતા તેણે હા પાડી દીધી હતી. જેથી તે ગત 28 નવેમ્બરે વિધવાના ઘરે આવ્યો હતો. અહીં લગ્ન બાબતે ફેમિલીને પૂછવા માટે આરોપીએ એક વર્ષનો સમય માંગ્યો હતો.
યુવકે વિધવાને અમદાવાદ અને દિલ્હી 8 દિવસ લઈ ગયો ત્યાં પણ સંબંધ બાંધ્યો હતો. તેમજ આ પછી યુવકે ફોન બંધ કરી દીધો હતો. યુવકે અન્ય સ્ત્રી જોડે લગ્ન કર્યાની સોશિયલ મીડીયાથી જાણ થતાં વિધવાએ ફરિયાદ નોંધાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)