Surat: યુવક આત્મહત્યા કરવા બ્રીજ પરથી તાપી નદીમાં કુદ્યો, પાણી ના હોવાથી ફસાઇ ગયો કાદવમાં, પછી શું થયુ, જાણો
સુરતમાંથી એક યુવકે આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરવાનો ઘટના ઘટી, સુરતના જિલાના બ્રિજ પરથી એક રત્ન કલાકારએ તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Surat: સુરતમાંથી એક યુવકે આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરવાનો ઘટના ઘટી, સુરતના જિલાના બ્રિજ પરથી એક રત્ન કલાકારએ તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરતના કૉઝવે રોડ પર રહેતા યુવકે તાપી નદીમાં કુદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે તાપી નદીમાં પાણી ના હોવાના કારણે આ યુવક બચી ગયો હતો. જ્યારે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો તે સમયે તે નદીમાં કુદ્યો અને પાણી ના હોવાનથી કાદવમાં ફસાઇ ગયો હતો, બાદમાં લોકોએ આ યુવકને કાદવમાંથી બહાર કાઢીને સારવાર માટે હૉસ્પીટલ ખસેડ્યો હતો. અત્યારે આ યુવકની સારવાર સ્વિમેર હૉસ્પીટલમાં છે. આ રત્નકલાકર યુવકે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે હજુ માહિતી સામે આવી નથી, પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
એક જ પરિવારના ચાર સભ્યોએ પીધી ઝેરી દવા, પિતરાઇ ભાઇને ફોન કરીને કહ્યુ- દીકરા-દીકરીને સાચવી લેજે
સુરતઃ સુરતના એક રત્નકલાકારના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું. રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીને સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમના 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. વિનુભાઇએ તેના પિતરાઇને ફોન કરીને કહ્યું હતું કે ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેજે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચી પોલીસે તપાસ શરૂ કરી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.