Surat : ટ્રાફિક પોલીસની માનવતા, યુવકને ખેંચ આવતાં બાઇક પરથી નીચે પટકાયો, પોલીસે કેવી રીતે કરી મદદ?
સીમાડા ચાર રસ્તા પાસે ખેંચ આવતાં યુવકને ટ્રાફિક પોલીસ હોસ્પિટલ લઈ ગઈ અને યુવકનો જીવ બચાવ્યો હતો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવી યુવકને હોસ્પિટલે ખસેડ્યો હતો.
સુરતઃ સીમાડા ચાર રસ્તા પાસે ખેંચ આવતાં યુવકને ટ્રાફિક પોલીસ હોસ્પિટલ લઈ ગઈ અને યુવકનો જીવ બચાવ્યો હતો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવી યુવકને હોસ્પિટલે ખસેડ્યો હતો. એક તરફ ટ્રાફિક પોલીસ વિવાદ છે, તો બીજી તરફ કેટલાક એવા પણ ટ્રાફિક કર્મચારીઓ છે કે જેઓ પોતાની કામગીરીની સાથે માનવતા પણ દાખવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સરથાણામાં બન્યો છે. સીમાડા ચાર રસ્તા પાસે એક બાઇકચાલકને ખેંચ આવતાં તે નીચે પટકાયો હતો. ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
સુરતના સરથાણામાં રિજિયન-1માં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સકતા નરસંગભાઇ તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં હતા ત્યારે સીમાડા ચાર રસ્તા પાસે રાકેશભાઇ ઠાકરભાઇ ડાકરા નામના વ્યક્તિને બાઇક ચલાવતાં સમયે ખેંચ આવી હતી અને તેઓ નીચે પડી ગયા હતા. ત્યારે ત્યાં હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવીને રાકેશભાઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મહેસાણામાં વરસાદ
મહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે
સંતરામપુરમાં પણ વરસાદ
છેલ્લા ચોવીસ કલાકમાં સંતરામપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કડાણા તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે, લુણાવાડામાં 17 mm, ખાનપુરમાં 15 mm, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 124.27 ટકા વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કાકરેજ,ડીસા,ધાનેરા,દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કાકરેજના શિહોરી,થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદની થઈ શરૂઆત છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.