સુરતઃ ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે કાર્યકર્તાઓમાં આક્રોશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે.
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરી લીધો હતો. ભાજપમાં જોડાનારા કોર્પોરેટરોમાં વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા,મનીષાબેન કુકડિયા, રુતા કાકડિયાનો સમાવેશ થાય છે. આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આપના કાર્યકર્તાઓમાં આક્રોશ ફેલાયો હતો.
આમ આદમી પાર્ટીના સુરત મુખ્ય કાર્યાલયમાં લગાવાયેલ 27 કોર્પોરેટરના પોસ્ટર પર આક્રોશ ઉતાર્યો હતો. પક્ષ સાથે અને મતદારો સાથે દગો કરનારા નેતાઓ નથી જોઈતા તેવો રોષ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો. પક્ષના અન્ય કાર્યકરોમાં પક્ષપલટું કોર્પોરેટરો સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વોર્ડ નંબર-2ના મોટા વરાછામાં ભાવના સોલંકીના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. સુદામાં ચોકમાં કોર્પોરેટર ભાવના સોલંકીનું પૂતળા દહન કરી વિરોધ કરાયો હતો. કોર્પોરેટર ભાવનાબેન સોલંકી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા તેમના પક્ષપલટા સામે આપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો. આ રોષ તેમણે પૂતળું દહન કરીને દર્શાવ્યો હતો.
ઉપરાંત ભાજપમાં જોડાતાની સાથે જ AAPના કોર્પોરેટરોએ પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. રૂતા કુકડિયાએ કહ્યું હતું કે પાર્ટીએ મને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા તો ભાવનાબેન સોલંકીએ આરોપ લગાવ્યો કે મારી સાથે અછૂત જેવો વ્યવહાર કરાતો હતો. આ ઝટકા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ ભાજપમાં જોડાનારા કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતુ કે તેમને ભ્રષ્ટાચાર કરવો હતો. આ તો ભ્રષ્ટાચાર ન કરવા દેવાતા ભાજપમાં જોડાઈ ગયા છે.
Google Pay, PhonePe, Paytm કરવા માટે અપનાવો આ ટ્રિક્સ, ઇન્ટરનેટ વિના પણ કરી શકશો મની ટ્રાન્સફર, જાણો વિગતે
Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ
Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ
ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન ગમે ત્યારે લઇ લેશે સન્યાસ, છેલ્લા ચાર વર્ષથી નથી મળ્યો રમવાનો મોકો, જાણો વિગતે