
(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરતમાં વિધર્મીઓ હિન્દુ નામ ધારણ કરી ભાડાના મકાન મેળવતા હોવાનો આરોપ, ડિંડોલી પોલીસે શરૂ કરી તપાસ
Surat: સુરતમાં વિધર્મીઓ હિંદુ બનીને રહેતા હોવાના આરોપ સાથે હિંદુ સંગઠને હોબાળો મચાવ્યો હતો

Surat: સુરતમાં વિધર્મીઓ હિંદુ બનીને રહેતા હોવાના આરોપ સાથે હિંદુ સંગઠને હોબાળો મચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલીના આરડી નગરમાં વિધર્મીઓએ હિંદુ બનીને મકાન મેળવ્યાના આરોપ સાથે હિંદુ સંગઠને હોબાળો મચાવ્યો હતો. સુરતમાં વિધર્મીઓ નામ બદલી મકાન મેળવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ડિંડોલીની સોસાયટીમાં હિન્દુ સંગઠનોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો. સોસાયટીના નાગરિકો અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આવા લોકોને ડિંડોલી પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા હતા.
ડિંડોલી પોલીસે વિધર્મીઓની પૂછપરછ શરૂ કરી હતી. પશ્વિમ બંગાળના ભારતીય મુસ્લિમ હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા. મકાન માલિકને જાણ હતી કે ભાડુઆક પશ્વિમ બંગાળના મુસ્લિમ છે. હિંદુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે હિંદુ બનીને તેઓએ ભાડાના મકાન મેળવ્યા હતા. ડિંડોલી પોલીસે સમગ્ર મામલે નિવેદન લઇને જવા દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુરતમાં એક મુસ્લિમ શખ્સે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવીને કેટલીય ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. સુરતમાં પુણા વિસ્તારમાં એક મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામ ધારણ કરી એક હિન્દુ યુવતીને ફસાવી અને બાદમાં તેને સાપુતારા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામનું હિન્દુ આધારકાર્ડ બનાવી લીધુ હતુ આ શખ્સે પુણામાં એક હિન્દુ છોકરીને ફસાવી હતી, બાદમાં આ 15 દિવસના પ્રેમસંબંધમાં ઓજેરે હિન્દુ યુવતીને સાપુતારા લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જોકે, હવે તેની અસલી ઓળખ બહાર આવી છે. આ કૌભાંડનું એટલું જ ખતરનાક પાસું એ છે કે, તેને નકલી નામનું આધારકાર્ડ કેવી રીતે મેળવ્યું હતું ? તે જાણીને લોકો ચોંકી રહ્યાં છે. આ વિદ્યર્મી યુવકે નામ બદલીને હિન્દુ ધર્મ ધારણ કર્યો હતો, અને હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. 15 દિવસ બાદ યુવતી સામે સમગ્ર વિગતો સામે આવતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા અને હિન્દુ યુવતીને વિદ્યર્મીના ચુંગાલમાથી છોડાવી હતી. જોકે, યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા હિન્દૂ સંગઠન દ્વારા બે આધાર કાર્ડને લઈ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

