Surat: ઘરે બાળકોને એકલા મૂકીને બહાર જતાં મા-બાપ માટે આંખ ઉઘાડતો કિસ્સો, 6 વર્ષનું બાળક બાલ્કનીમાંથી પટકાયું ને.....
સુરત શહેરની પાલ મંગલદિપ સોસાયટીના ત્રીજા માળે ઘરની ગેલેરીમાં રમતા રમતા પટકાયેલા 6 વર્ષના બાળકનું છ દિવસની સારવાર બાદ મોત થયું હતુ.
Surat News: શહેરની પાલ મંગલદિપ સોસાયટીના ત્રીજા માળે ઘરની ગેલેરીમાં રમતા રમતા પટકાયેલા 6 વર્ષના બાળકનું છ દિવસની સારવાર બાદ મોત થયું હતુ. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ પાલ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતા દિનેશ લાહોર ઓટોમોબાઇલ કંપનીમાં ટેક્નિશિયન તરીકે નોકરી કરી પત્ની સહિત ચાર સંતાનોનું ગુજરાન ચલાવે છે.
17 જુલાઈના રોજ દિનેશ પત્નીને લઈ બજારમાં ખરીદી કરવા ગયો હતો. તેમના બાળકો ઘરે હતા. તેમનો ત્રીજા નંબરનો 6 વર્ષીય પુત્ર વિનાયક બાલ્કનીમાં રમી રહ્યો હતો. બાલ્કનીમાં સ્લાઇડીંગ ખુલ્લી રહેતા તે તેમાંથી નીચે પટકાયો હતો. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં 6 દિવસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. નાના બાળકોની સાર સંભાળમાં મા-બાપની બેદરકારીના કારણે ઘણા કિસ્સામાં બાળકો મોતને ભેટતા હોય છે, જેમાં રમત રમતા પાણીમાં પડી જવું, ફીનાઇલ પીવું, દાદર પરથી પડી જવાનો સમાવેશ થાય છે.
ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અડીખમ
હાલના આધુનિક યુગના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. કેટલાક લોકો તબીબી સારવાર કરાવવાના બદલે ભગત ભુવા, બાપુ પાસે સારવાર કરાવે છે. સુરતના ઉધના ખાતે પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે બાળકનું મોત થયું હતું.
ઉધના પટેલનગરમાં રહેતા રાજુ રાઠોડ મજૂરી કામ કરી પત્ની, ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવ છે. ત્રણ દિવસ પહેલા તેમના સાત મહિનાના માસુમ પુત્રને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પિતા સહિતનો પરિવાર તેને દવાખાને લઈ જવાના બદલે ઘોડદોડ રોડ રામચોક પાસે તેમના માનીતા ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ તેને જોઈ ચીઠ્ટી લખી આપી હતી. દરમિયાન તેની તબિયત વધુ લથડતાં 108ને જાણ કરી હતી. હોસ્પિટલે પહોંચ્યા બાદ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માસુમ પુત્રને ગુમાવ્યા બાદ પરિવારે તબીબ પાસે લઈ જવાના બદલે ભુવા પાસે લઈ જવાની ભૂલ સ્વીકારી હતી.
આ પણ વાંચોઃ
Indian Citizenship: સાડા ત્રણ વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ છોડી નાગરિકતા ? જાણો સરકારે શું આપ્યો જવાબ
Join Our Official Telegram Channel: